'પપ્પુ પેજર'થી લઈને 'કેલેન્ડર' સુધી, આ ભૂમિકાઓ માટે સતિશ કૌશિક કાયમ યાદ રહેશે


By Sanket Parekh09, Mar 2023 08:03 PMgujaratijagran.com

અલવિદા

આજે 9 માર્ચ, 2023ના રોજ બૉલિવૂડના મહાન અભિનેતા સતિશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી બૉલિવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે.

શાનદાર અભિનેતા

સતિશ કૌશિકે પોતાની કરિયરમાં વિલન, કૉમેડી સહિત વિવિધ ભૂમિકા ભજવી હતી. આ સિવાય TV શૉમાં પણ સતિશ કૌશિકે અભિનય કર્યો હતો.

યાદગાર ભૂમિકા

આજે અમે તમને અભિનેતાએ પોતાની કરિયરમાં ભજવેલી કેટલીક યાદગાર ભૂમિકાથી વાકેફ કરાવવા જઈ રહ્યાં છીએ. જે આજે પણ યાદગાર છે.

કેલેન્ડર- મિસ્ટર ઈન્ડિયા

ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં સતિષ કૌશિકે કેલેન્ડરની ભૂમિકા ભજવીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

ચંદામામા- મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી

આ ફિલ્મમાં સતિષ કૌશિકે અક્ષયકુમારના ચંદામામાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમનો ઉમદા અભિનય આજે પણ લોકોને યાદ છે

મુત્તુ સ્વામી-સાજન ચલે સસુરાલ

1996માં આવેલી ફિલ્મ સાજન ચલે સસુરાલમાં સતિશ કૌશિકે ભજવેલ મુત્તુ સ્વામીની ભૂમિકા આજે પણ લોકોને યાદ છે

પપ્પુ પેજર- દિવાના મસ્તાના

ફિલ્મ દિવાના-મસ્તાનામાં સતિશ કૌશિકે કોન્ટ્રાક્ટ કિલર પપ્પૂ પેજરની ભૂમિકા ભજવી હતી. જે આજે પણ લોકોના માનસપટ પર છવાયેલી રહી છે.

હિના ખાનના સૂટ લુક્સ પર આવી જશે દિલ