ખરાબ જીવનશૈલીના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું સામાન્ય બાબત છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
કોલેસ્ટ્રોલ વધે ત્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે લોહીમાં ગંઠાવાનું શરૂ થાય છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
હાઈ કોલેસ્ટ્રોલમાં દરમિયાન તમને સામાન્ય કે તીવ્ર છાતીમાં દુખાવો થઈ શકે છે. જો તમને છાતીમાં દુખાવો થતો હોય તો તેને અવગણશો નહીં.
હાઈ કોલેસ્ટ્રોલને કારણે પીઠનો દુખાવો થઈ શકે છે. આ સંકેતને ગંભીરતાથી લેવાની જરૂર છે.
કોલેસ્ટ્રોલ વધે ત્યારે પગમાં લોહી બરાબર રીતે વહેતું નથી. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડે છે અને દુખાવો પણ અનુભવાય છે.
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાને કારણે જડબામાં દુખાવો થઈ શકે છે.
કોલેસ્ટ્રોલના સંચયથી હાથમાં દુખાવો થઈ શકે છે, તેમજ કળતરની લાગણી અનુભવી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.