નસોમાં બ્લોકેજ થવા પર જોવા મળે છે આ લક્ષણો, તેની અવગણના ના કરો


By Hariom Sharma2023-05-09, 17:34 ISTgujaratijagran.com

શરીર ઠંડુ પડવું

જો તમારા હાથ-પગ ઠંડા રહે છે અને હાથ-પગમાં હંમેશાં દુખાવો રહે છે, તો આ તમારા શરીરમાં નસો બ્લોકેજનું કારણ બની શકે છે.

અનિદ્રાની સમસ્યા

ઘણા લોકોને નસોમાં બ્લોકેજના કારણે થાક અને ઊંઘમાં ઘટાડાનો અનુભવ થઇ શકે છે. આ સમસ્યાના કારણે સૂતા સમયે પણ તમારી હૃદયની ગતિ ઝડપી રહે છે અને સાથે જ બેચેનીનો અનુભવ થાય છે.

શ્વાસ લેવામાં સમસ્યા

નસોમાં ફેટ જમા અથવા બ્લોકેજ થવાના કારણે તમારી છાતીમાં દુખાવાની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ આવી શકે છે. ફેટ અથવા બ્લોકેજના કારણે નસોમાં ગંદકી જમા થાય છે અને તેના કારણે બ્લડ ફ્લો ઘટવા લાગે છે.

હાર્ટ સ્ટ્રોકની સમસ્યા

નસોમાં બ્લોકેજ થવા પર તમને હાર્ટ સ્ટ્રોકની સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાના કારણે બ્રેન સુધી જતી નસો બ્લોક થાય છે અને બ્લેડ સર્ક્યુલેશનની ઉણપના કારણે તમારી મુશ્કેલી વધી શકે છે.

કમરનો દુખાવો

નસોના બ્લોકેજના કારણે ઘણા લોકોને પીઠની નીચેના ભાગમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. બ્લોકેજના કારણે પીઠની નીચેના ભાગે બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાના કારણે ડિસ્ક કમજોર થઇ શકે છે.

છાતીમાં દુખાવો

ઘણી વખત સૂતા સમયે અથવા વધુ સમય સુધી કામ કરવાથી છાતીની લેફ્ટ સાઇડમાં દુખાવાનો અનુભવ થાય છે. આ દુખાવો ક્યારેક હાર્ટ અટેકનું કારણ પણ બની શકે છે. નસોનું બ્લોકેજ થવા પર હાર્ટ અટેકનું જોખમ રહે છે.

તારા સુતરિયાના ગોર્જિયસ બ્રાઈડલ લુક્સ