જો દરરોજ એક ગ્લાસ કાળા તલનું પાણી પીવામાં આવે, તો કેલ્શિયમની કમી પૂરી થઈ શકે છે. જેનાથી હાડકા સ્વસ્થ અને મજબૂત બને છે.
સવારના સમયે ખાલી પેટ કાળા તલનું પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રૉલ લેવલ કંટ્રોલમાં રહે છે, જેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટ સબંધી સમસ્યાથી બચી શકાય છે
સવારે ખાલી પેટ કાળા તલનું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરે છે. કાળા તલ પેટ સાથે સંકળાયેલી સમસ્યા જેમ કે, પેટમાં દુખાવો, સોજા, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદરૂપ થાય છે.
કાળા તલમાં એન્ટી બાયોટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે શરીરને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. તલનું પાણી વાઈરસ અને બેક્ટેરિયાના કારણે થતી સિઝનલ બીમારીઓથી બચાવે છે.
કાળા તલના પાણીમાં સલ્ફાઈડ્રલ કમ્પાઉન્ડ હોય છે, જે શરીરથી ટૉક્સિન્સ એટલે કે ગંદકીને બહાર નીકાળે છે. જેનાથી શરીરની સફાઈ થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે.
કાળા તલનું પાણી મોઈશ્વરાઈઝિંગ ગુણોથી ભરપુર હોય છે. આવા પાણીથી વાળ ધોવાથી તે મજબૂત બને છે. આ સાથે જ બરછટ વાળમાંથી છૂટકારો મળવા સાથે તે સિલ્કી બને છે.