ભારતમાં ટોચના 10 સૌથી મોટા એરપોર્ટ્સ, આ છે ભારતનું સૌથી મોટું અને વ્યસ્ત એરપોર્ટ


By Smith Taral07, May 2024 10:35 AMgujaratijagran.com

ભારતનું એવીએશન ઉદ્યોગને છે્લ્લા ઘણા સમયથી ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ વધ્યું છે ભારતમા ડોમેસ્ટિક ટ્રાવેલની મોટી માંગ રહે છે તે જોતા એરલાઇન્સ ધ્વારા અને વિવિધ પ્રકારની મુસાફરી એજન્સી ધ્વારા સુવિધાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આજે આપણે દેશના સૌથી મોટા એરપોર્ટ્સ વિશે વાત કરીશું, આવો જાણીએ શું છે તેમની ખાસિયત

ઈન્દીરા ગાંધી એરપોર્ટ

આ એરપોર્ટ ભારતનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ એરપોર્ટ છે. તેનો રનવે 4430 મીટર લાંબો છે. અહીં શોપિંગ, ફુડકોર્ટના ઓપશન સહીત અન્ય ઘણી ટ્રાવેલ ફેસીલીટીસ છે.

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ

આ એરપોર્ટ 1450 એકરમાં ફેલાયેલું છે અને અહીં દર વર્ષે 40 મિલિયનથી વધુ મુસાફરો ટ્રાવેલ માટે આવે છે. આ સિવાય તે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ અને બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે. દિલ્હી IGI રિપોર્ટ અનુસાર, સુવિધાઓ માટે 2400 CCTV કેમેરા અને 136 ઇમિગ્રન્ટ કાઉન્ટર ઉપલબ્ધ છે.

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ

કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આ એરપોર્ટ કાર્ગો ઓપરેશન જેવી ફેસીલીટી પૂરી પાડે છે અને દરરોજ 1000 થી વધુ ફ્લાઇટ્સ સરળતા સાથે હેન્ડલ કરે છે.

You may also like

IRCTC Dev Darshan: IRCTCનું 17 દિવસનું 'દેવ દર્શન' ટૂર પેકેજ, 28 જૂનથી દોડશે સ્પ

Train Coach Position: પહેલીવાર ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો WL, CNF, UB

મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવા

આ એરપોર્ટ મોગા એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે અને તે 2132 એકરમાં ફેલાયેલું છે. આ ભારતનું ચોથું સૌથી મોટું એરપોર્ટ છે

ડેબોલીમ એરપોર્ટ

36000 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ભારતનું પાંચમું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટની સ્થાપના 1955માં કરવામાં આવી હતી જ્યા નેવીનું એરબેઝ છે, અને અહીં કમર્શિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવે છે

નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ

આ ભારતનું સૌથી મોટું અને છઠ્ઠું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટ કોલકાતા શહેરથી 50 કિમી દૂર આવેલું છે. આ એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ છે, આ સાથે એરપોર્ટમાં 3300 મીટર અને 3860 મીટરના બે રનવે છે.

બિરસા મુંડા એરપોર્ટ

આ નામ આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના નામ પરથી લેવામાં આવ્યું હતું. આ એરપોર્ટ વર્ષમાં 2.4 મિલિયન વસ્તીને હેન્ડલ કરી શકે તેવા ઈન્ફાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવ્યું છે.

ભારતના આ 7 સૌથી અનોખા મંદિરોની વિશે જાણીને તમને નવાઈ થશે