ભારતના આ 7 સૌથી અનોખા મંદિરોની વિશે જાણીને તમને નવાઈ થશે


By Smith Taral05, May 2024 01:29 PMgujaratijagran.com

કરણી માતા મંદિર, રાજસ્થાન

આ મંદિર 25,000 થી વધુ ઉંદરોનું ઘર છે. આ ઉંદરો ધ્વારા ખાવામાં આવેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું એ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને સફેદ ઉંદરોને પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમને કરણી માતા અને તેમના પુત્રોનો અવતાર માનવામાં આવે છે.

કૈલાસ મંદિર, ઈલોરા

ગુફા 16 એ ઇલોરાનું કૈલાસ મંદિર છે, જે સૌથી મોનોલિથિક છે. કૈલાસ મંદિર 300 ફૂટ લાંબુ અને 175 ફૂટ પહોળું છે, આ પ્રાચીન ખડક રચનાઓથી અલગ, આ મંદિર સંકુલ નીચેથી ઉપરના બદલે ઉપરથી નીચે સુધી બાંધવામાં આવ્યું હતું.

બૃહદીશ્વરા મંદિર, તમિલનાડુ

બૃહદીશ્વરા મંદિર સૌથી વિશાળ મંદિરામાંથી એક છે, અહીં ભગવાન શિવના પવિત્ર બળદ નંદીની એક મોટી પ્રતિમા છે. 13 ફૂટ ઊંચી અને 16 ફૂટ પહોળી પ્રતિમા એક જ ખડકમાંથી બનાવવામાં આવી છે.

કાલ ભૈરવ મંદિર, ઉજ્જૈન

આજે પણ, ધાર્મિક વિધિના ભાગ રૂપે કાલ ભૈરવને દારૂ અર્પણ કરવામાં આવે છે ત્યાનાં દેવતા શહેરના રક્ષક હોવાનું માનવામાં આવે છે.

You may also like

Narmadeshwar Mahadev Mandir: મહાદેવના આ મંદિરમાં સ્વયંભૂ પ્રકટ થયું હતુ શિવલિંગ,

Modhera Sun Temple: 1 હજાર વર્ષ જૂના આ મંદિરમાં સૂર્ય ભગવાન પણ કરે છે અભિષેક, આ

કામાખ્યા મંદિર, આસામ

મા કામાખ્યા મંદિર 51 શક્તિપીઠોમાંથી સૌથી પવિત્ર અને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. આ મંદિર તાંત્રિક ઉપાસકો અને હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે.

પદ્મનાભસ્વામી મંદિર, કેરળ

આ મંદિરના પરિસરમાં અબજો ડોલરની કિંમતના ખજાના ધરાવતી તિજોરીઓ મળી આવી છે. આમાંની કેટલીક તિજોરીઓ રહસ્યમય શ્રાપ દ્વારા રક્ષિત હોવાનું કહેવાય છે.

ઉનાળામાં ભુતાનના આ સ્થળોની મુલાકાત લો