આજે જ બનાવો સ્વાદિષ્ટ મસાલા ગ્રેવી ભીંડી જાણો બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત


By Smith Taral30, Dec 2023 05:35 PMgujaratijagran.com

મસાલા ગ્રેવી ભીંડી એક સ્વાદિષ્ટ વાનગી છે. ટામેટાં, દહીં, કાજુ, ડુંગળી અને પરંપરાગત ભારતીય મસાલાઓથી બનતી આ વાનગી ખાઈને તમે આંગળી ચાટતા રહી જશો. આ વાનગીને તમે નાન, તંદૂરી રોટી, ચપાતી અથવા ભાત સાથે આરોગી શકો છો. ચાલો જાણીએ આ રેસીપી બનાવવાની રીત.

રેસીપી બનાવવતા કેટલો સમય લાગી શકે છે?

મસાલા ગ્રેવી ભીંડી બનાવવા માટે 25- 30 મિનીટ જેટલો સમય લાગી શકે છે. આ રેસીપી બનાવવાની રીત 3 વ્યકિ્તઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

શું રહેશે સામગ્રી?

250 ગ્રામ ભીંડા, 3 મધ્યમ ટામેટાં, સમારેલા, શેકેલા 5-6 કાજુ, ઝીણું સમારેલું 1 લીલું મરચું, 1/2 ટીસ્પૂન સમારેલું આદુ, 2 લસણ લવિંગ, 4 ચમચી દહીં (ખાટું નહી), બારીક સમારેલી 1 મોટી ડુંગળી, 2 ચમચી ધાણા-જીરું પાવડર, 1/4 ચમચી પાવડર હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1/4 ચમચી વરિયાળી, 1/2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, 1½ ચમચી + 2 ચમચી તેલ મીઠું

શેકેલા કાજુનો પાવડર અને ટામેટાંની પ્યુરી બનાવો

શેકેલા કાજુને મિક્સરના નાના જારમાં પીસીને પાવડર બનાવો. પછી એજ જારમાં લીલા મરચાં, આદુ અને લસણને પીસીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ જારમાં ટામેટાં નાખીને તેની પ્યુરી બનાવી લો.

ભીંડાનો ઉપર અને નીચેનો ભાગ કાપી લો

ભીંડાનો ઉપર અને નીચેનો ભાગ કાપી લો ત્યારબાદ તેને 1.5-ઇંચ લાંબા ટુકડાઓમાં કાપો. મધ્યમ તાપ પર એક પેનમાં 1½ ચમચી તેલ ગરમ કરો. સમારેલા ભીંડાનો ઉમેરો અને તેના પર મીઠું ભભરાવી દો.

6-8 મિનિટ સુધી ભીંડાને મધ્યમ તાપ પર કૂક કરો

ભીંડાને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તે ઘેરા લીલા રંગ ના પકડી લે અને સંકોચાઈને નાના ના થઈ જાય. લગભગ 6-8 મિનિટ સુધી રાંધીને તેને ગેસ પરથી ઉતારી લો અને એક પ્લેટમાં કાઢી લો.

ઝીણી સમારેલી ડુંગળીને ફ્રાય કરો

એર પેનમાં 2 ટેબલસ્પૂન તેલ રેડી તેને ગરમ કરો. ત્યારબાદ વરિયાળી નાખી તેને 20-30 સેકન્ડ સુધી શેકો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી, લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ લીલા મરચાં-આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને એક મિનિટ સુધી ફ્રાય કરો.

ટમેટાની પ્યુરી (સ્ટેપ-1 માં તૈયાર) ઉમેરો અને તેલ અલગ થવા લાગે ત્યાં સુધી ફ્રાય કરો

હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરો; સારી રીતે ભેળવી દો. દહીં, ધાણા-જીરું પાવડર અને કાજુ પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

શેલો ફ્રાય થયેલી તળેલા ભીંડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, અને તેને મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી ચડવા દો.

ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢી લો. મસાલા ગ્રેવી ભીંડીને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

શું ધ્યાન રાખશો?

ધ્યાન રાખો કે દહીં ખાટું ન હોવું જોઈએ નહીંતર શાકનો સ્વાદ ખાટો થઈ જશે. તમે તમારા સ્વાદ પ્રમાણે શાકભાજીને વધુ કે ઓછા મસાલેદાર બનાવવા માટે લીલા મરચાં અને લસણની માત્રા વધારી કે ઘટાડી શકો છો.

શિયાળામાં આ બે લાડુનું સેવન કરો ભરપૂર ઊર્જા મેળવો