Bharela Marcha Bhajiya: ભરેલા મરચાના ભજીયાની રેસિપી


By Hariom Sharma23, Aug 2025 12:03 PMgujaratijagran.com

ભરેલા મરચાની રેસિપી માટે સામગ્રી:

8-10 લીલાં મરચાં, 1 કપ બેસન (ચણાનો લોટ). 1 ચમચી લાલ મરચું પાવડર. 1 ચમચી ધાણા-જીરું પાવડર. 1/2 ચમચી હળદર પાવડર. 1 ચમચી આમચૂર (સૂકા આમળાનો પાવડર) અથવા લીંબુનો રસ. મીઠું (સ્વાદ પ્રમાણે). તેલ (તળવા અને ભરણ માટે). 1/2 ચમચી હિંગ (વૈકલ્પિક, મસાલામાં ઉમેરવા). ગાઠીયાનો ભૂકો, ચવાણાનો ભૂકો (વૈકલ્પિક).

મરચાં તૈયાર કરો:

8-10 લીલાં મરચાં (ભરવા માટેના) ધોઈ, ટોચ કાપી, બીજ કાઢી ખાલી કરો.

ભરણ તૈયાર કરો:

1 કપ બેસન, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા-જીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી આમચૂર, મીઠું અને 2 ચમચી તેલ મિક્સ કરો. ગાઠીયા કે ચવાણાનો ભૂકો ઉમેરો.

મસાલો શેકો:

બેસનના મિશ્રણને પેનમાં હળવું શેકી લો (2-3 મિનિટ).

મરચાં ભરો:

શેકેલા મસાલા મિશ્રણને ચમચીથી મરચાંમાં ભરો.

બેટર બનાવો:

બાઉલમાં ચણાનો લોચ અને મીઠું ઉમેરી બેટર તૈયાર કરો. મરચા કોટ થાય તેવું બનાવવું.

ભજીયા તળો:

પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરો. ભરેલા મરચાં બેટરમાં ડુબાડી અને પેનમાં મૂકી, ધીમા તાપે 8-10 મિનિટ તળી લો.

સર્વ કરો:

ગરમ ભરેલા મરચાં ભરેલા મરચાના ભજીયાને ચટણી, છાસ કે ચા સાથે સર્વ કરો.

Parenting Tips: બાળકોને ફોનની લતથી બચાવવા અપનાવો આ આસાન ટિપ્સ