આ ભાઈબીજ પર ઘરે જ બનાવો આ 5 સ્વાદિષ્ટ મીઠાઈ


By Sanket M Parekh14, Nov 2023 04:10 PMgujaratijagran.com

ભાઈબીજનું મહત્વ

મંગળવારે 14 નવેમ્બરને બપોરે 2 વાગ્યાથી 15 નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધી ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન ભાઈબીજનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈને તિલક લગાવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે.

નારિયેળની બરફી

સ્વાદિષ્ટ નારિયેળની બરફી તમે ઘરે જ બનાવી શકો છે. આ માટે નારિયેળની છીણ અને ખાંડની જરૂર પડશે. આ મીઠાઈ જલ્દી બની જાય છે.

રબડી

ભાઈબીજના તહેવાર પર તમે દૂધથી સ્વાદિષ્ટ રબડી બનાવી શકો છો. જેને બનાવવા માટે દૂધ, ખાંડ, ઈલાયચી પાવડરની જરૂર પડશે. જેને ઠંડુ પડ્યા બાદ ભાઈ-બહેનને પીરસો.

સીંગદાણાની ચિક્કી

ઠંડીની સિઝનમાં સીંગદાણા અને ગોળ ફાયદેમંદ મનાય છે. જેની ચિક્કી બનાવીને તમે ભાઈબીજના તહેવારની મજા બેગણી કરી શકો છો.

કેસર ખીર

કેસર ખીર એક પારંપારિક મીઠાઈ છે. જે ભાત, દૂધ, ચોખાનો લોટ અને ખાંડને મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેને તમે એક કલાકમાં બનાવીને તૈયાર કરી શકો છો.

ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ સૌ કોઈને પ્રિય હોય છે. જેને તમે ઘરે જ ખોયા અને ખાંડની મદદથી બનાવી શકો છે. જે સ્વાદિષ્ટ મીઠાઈ છે.

પિગમેન્ટેશન દૂર કરવા માટે લગાવો બદામનું તેલ