પિગમેન્ટેશન દૂર કરવા માટે લગાવો બદામનું તેલ


By Sanket M Parekh14, Nov 2023 04:01 PMgujaratijagran.com

વધતુ પ્રદૂષણ

આજકાલ બહાર પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. જેની અસર સ્કિન પર તરત જ જોવા મળે છે. ધૂળ, પ્રદૂષણ વગેરેના કારણે ચહેરા પર કાળાશ અને ટેનિંગ થવા લાગે છે.

ચહેરા પર પિગમેન્ટેશન

બદલાતી લાઈફ સ્ટાઈલ અને વધતી વયમાં ચહેરા પર પિગમેન્ટેશન થવા લાગે છે. જેનાથી બચવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકાય છે.

એલોવેરા જેલ સાથે ઉપયોગ

બદામના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પરથી પિગમેન્ટેશન દૂર કરવામાં મદદ મળે છે. આ માટે બે ચમચી બદામના તેલમાં 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો, જેનાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે.

રાતભર લગાવો

જેને થોડીવાર રાખ્યા બાદ પણ ચહેરો ધોઈ શકાય છે. જો કે વધારે લાભ લેવા માટે તેને આખી રાત માટે લગાવી શકો છે. સવારે ઉઠીને ચહેરો સાફ કરવાથી તે ચમકવા લાગે છે.

સૂતા પહેલા બદામનું તેલ લગાવો

બદામનું તેલ ચહેરા પર સૂતા પહેલા લગાવો. જેનાથી ચહેરાની કાળાશ, ડાઘ-ધબ્બા, ટેનિંગની સમસ્યા દૂર થાય છે. આખી રાત ચહેરા પર આ તેલ લગાવીને રાખ્યો અને સવારે ધોઈ લો. જેનાથી સ્કિન સૉફ્ટ થઈ જશે.

સ્ક્રબ કરો

પિગમેન્ટેશન દૂર કરવા માટે બદામના તેલમાં થોડી કૉફી અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરો. 15-20 મિનિટ સુધી લગાવીને રાખ્યા બાદ ચહેરો ધોઈ લો.

બદામનું તેલ લગાવો

સ્ક્રબ કર્યા બાદ ચહેરા પર બદામનું તેલ લગાવો. જેનાથી ચહેરા પર નિખાર આવશે અને સ્કિન મોઈશ્વરાઈઝ થશે.

પેટની ચરબી ઘટાડવા માટે યોગાસન