જિમના ખોટા ખર્ચા છોડો, પથારીમાં સૂતા-સૂતા કરો આ યોગાસન, ઝડપથી ઘટશે ચરબી


By Sanket M Parekh16, Sep 2024 03:53 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

યોગ એક્સપર્ટ જૂહી કપૂરના જણાવ્યા મુજબ, પેટમાં જમા ચરબીના કારણે તમે અનેક બીમારીઓનો શિકાર થઈ શકો છો. એવામાં ચરબીને ઘટાડવા માટે તમે બાલાસન અને નૌકાસનનો અભ્યાસ કરી શકો છો.

બાલાસન

પથારીમાં સૂતા-સૂતા બાલાસન કરવાથી પણ પેટની ચરબી ઝડપથી ઘટવા લાગે છે. આ સાથે જ તમારી ડાઈઝેશન સિસ્ટમ પણ સુધરવામાં મદદ કરે છે.

નૌકાસન

નૌકાસન મોટાપાને ઘટાડે છે. આ સાથે જ તેનો નિયમિત અભ્યાસ કરવાથી કરોડરજ્જુના હાડકા પણ મજબૂત બને છે.

ભુજંગાસન

ભુજંગાસન કરવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે. આ સાથે જ તે તમારા મેટાબૉલિઝમને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે.

માર્જરી આસન

માર્જરી આસનને પથારીમાં પડ્યા રહીને કરવાથી ચરબી ઝડપથી ઘટે છે. આ સાથે જ કબજિયાત, અપચો અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

કઈ સાવધાની રાખવી

જો આ તમામ યોગાસન કરવા દરમિયાન તમને કોઈ તકલીફ લાગે તો તાત્કાલિક તબીબની સલાહ લઈ શકો છો.

Chana Dal: ડેઈલી રૂટિનમાં ચણાની દાળ ખાવાથી અદ્ભુત ફાયદા મળે છે, જાણો