ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે. તેનું ડેઈલી રૂટિનમાં સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે, ચાલો જાણીએ.
ચણાની દાળમાં સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે.
ચણાની દાળમાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન ટેઈલી રૂટિનમાં કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
કેલ્શિયમથી ભરપૂર ચણાની દાળ ખાવાથી હાડકાં મજબૂત બને છે.
ચણાની દાળ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, કારણ કે ચણાની દાળમાં ફાઈબર હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.
ચણાની દાળમાં પ્રોટીન હોય છે, જે શરીરને મોસમી રોગોથી બચાવે છે.
ચણાની દાળમાં ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઓછું કરી કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
ચણાની દાળમાં ઝિંક, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે શરીરને ઉર્જાવાન બનાવે છે.
ચણાની દાળમાં ફાઈબર હોય છે. તેથી તેનું રોજ સેવન કરવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.