ઠંડીમા સવારે ઉઠીને ખાઓ આ પાંચ ફળ, રહેશો સ્વસ્થ


By Hariom Sharma06, Dec 2023 06:33 PMgujaratijagran.com

ફળ

ઠંડીમા શરીરને ગરમ રાખવા માટે તથા રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવા માટે કેટલાક ફળોનુ સેવન કરવુ ફાયદાકારક છે. એવામા પોતાને સ્વસ્થ રહેવા માટે તમે કેટલાક ફળોનુ સેવન કરી શકો છો.

દાડમ

ઠંડીમા સવારે ઉઠીને દાડમનુ સેવન કરો. દાડમ બ્લડ સર્કુલેશનને સુધારે છે. આ ઉપરાંત તેને ખાવાથી ચહેરા પર ચમક આવે છે.

જમરુખ ખાઓ

જમરુખનો જ્યૂસ પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તેમા રહેલા વિટામિન સી અને ઈ શરીરને બીમારીઓથી દૂર રાખે છે.

સફરજન

ઠંડીમા સવારે ઉઠીને એક સફરજન ખાવાથી તમે બીમારીઓથી દૂર રહો છો. તેમા રહેલા ફાઈબર અને અન્ય ઉપયોગી પોષકતત્વો શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. આ ઉપરાંત સફરજન શરીરનુ વજન ઓછુ કરવામા મદદ કરે છે.

જામફળ

ઠંડીમા સવારે ઉઠીને એક જામફળનુ સેવન કરવાથી પેટ સાફ રહે છે . આ ઉપરાંત જામફળ શરદી તાવ અને ખાંસી જેવી સમસ્યાઓમા રાહત આપે છે. જામફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે.

કેળા

સામાન્ય રીતે ઠંડીમા કેળા ન ખાવાની સલાહ આપવામા આવે છે. પરંતુ કેળા શિયાળામા શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

સંતરા

સંતરામા શરીરના સ્વાસ્થ્ય માટે ઉપયોગી થાય એવા પોષકતત્વો રહેલા હોય છે. શિયાળામા સંતરાનુ સેવન કરવાથી ઠંડીમા થતી અનેક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચાવે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સૂતા પહેલા 1 ચમચી ઘીથી કરો પગની માલિશ, કરચલીઓ થશે ઓછી