સૂતા પહેલા 1 ચમચી ઘીથી કરો પગની માલિશ, કરચલીઓ થશે ઓછી


By Hariom Sharma06, Dec 2023 06:01 PMgujaratijagran.com

ચહેરા પરની ચમક

ચહેરા પર જોવા મળતી કરચલી, દાગ-ધબ્બાને દૂર કરવા માટે મહિલાઓ ઘણા ઉપાયો અને કોસ્મેટીક પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. તમે માત્ર એક ચમચી ઘીની મદદથી તમારા ચહેરાની ચામડી પર ચમક લાવી શકો છો. ચલો જાણીએ કંઈ રીતે?

ઘીથી આવશે ચમક

ઘી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો માત્ર એક ચમચી ઘીની મદદથી તમારા ચહેરા પર ચમક લાવી શકો છો. આ માટે તમે રાતે તમારા પગના તળિયા પર ઘીની માલિસ કરો.

સ્કિન કેર

ઘીમા એંટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. જે ચામડી માટે લાભદાયી છે. ઘીથી પગના તળિયા પર માલિશ કરવાથી નેચરલી ચમક આવે છે. ચલો તેનાથી મળતા અન્ય ફાયદા વિશે જાણીએ.

અનિદ્રા

ઘણા લોકોને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે, તેવા લોકો માટે ઘીની માલિશ ખૂબ જ લાભદાયી છે. જો તમે સૂતા પહેલા ઘીની માલિશ કરો છો તો તમારા શરીરમાથી થાક દૂર થાય છે.

નસકોરા માથી રાહત

જે લોકોને રાતે સૂતા સમયે નસકોરા બોલવાની સમસ્યા છે તે પણ ઘીની માલિશ કરી શકે છે, તેનાથી આ સમસ્યામા ફાયદા મળે છે. ઘીથી પગમા માલિશ કરવાથી શ્વાસ સંબધિત સમસ્યાઓમા રાહત મળે છે અને નસકોરામાથી પણ છૂટકારો પ્રાપ્ત થાય છે.

બ્લડ સર્કયુલેશનમા સુધારો

ઘીથી પગના તળિયામા માલિશ કરવાથી શરીરના બ્લડ સર્કયુલેશનમા સુધારો આવે છે. તેનાથી શરીરમા સ્વાસ્થ્ય સંબધિત થતી ગંભીર સમસ્યાઓ માથી બચી શકાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા ગોળ અને રોટલી એક સાથે ખાવાના ફાયદા