આમળાના પાવડરનો આ રીતે ઉપયોગ કરો, વાળ થશે કાળા અને વધુ મજબૂત


By Smith Taral31, Jul 2024 12:14 PMgujaratijagran.com

જો તમે તમારા વાળને વધું સુંવાળા અને કાળા બનાવવા માંગતા હોવ તો આમળાનો આ રીતે ઉપયોગ કરો. આમળાના પાવડરના ઉપયોગથી તમે વાળની કાળાશને વધારી શકો છો અને મજબૂત કરી શકો છો.

સામગ્રી

આમળાનો હેયર માસ્ક તૈયાર કરવા આ સામગ્રી એકઠી કરી લો, 2 ચમચી આમળાનો પાવડર, 1 ચમચી પાણી, મધ, નારીયેળનું તેલ અને દહીં

પેસ્ટ બનાવો

એક વાટકો લઈ તેમા 2 ચમચી આમળાનો પાવડર લઈ તેમા 1 ચમચી પાણી લઈ તેને સારી રીતે મીક્સ કરી લો

અન્ય સામગ્રી

હવે તેમા 1 ચમચી દહીં, નારીયેળનું તેલ અને મધને મીકસ કરી લો

પેચ ટેસ્ટ

તમારુ હેયર માસ્ક તૈયાર છે, આને વાળ પર લગાવતા પહેલા તેની પેચ ટેસ્ટ કરી લો જેથી કોઈ એલર્જી અથવા ઈરીટેશનથી બચી શકાય

વાળમા લગાવો

વાળને ખૂલા કરી લો, અને હેયર માસ્કને હાથની આંળીઓના ટેરવા પર લઈને માથામાં વ્યવસ્થિત રીતે લગાવી લો

પાણીથી ધોઈ લો

આ હેયર માસ્ક લગાવ્યા પછી તેને 20-25 મિનીટ સુધી રહેવા દો, ત્યારપછી તેને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો.

મળશે આ લાભો

આમળામા રહેલા ઔષધીય ગુણો અને વિટામિન E તમારા વાળને ખરતા અટકાવે છે, અને નાની ઉંમરે વાળ સફેદ થતા પણ બચાવે છે.

43 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી લાગે છે રૂપ રૂપનો અંબાર, જુઓ તસવીરો