હિપેટાઇટિસથી બચવા માટે અપનાવો આ આસાન ઉપાય


By Sanket M Parekh02, Oct 2023 04:06 PMgujaratijagran.com

હિપેટાઇટિસ

હિપેટાઇટિસ એક વાયરસજન્ય બીમારી છે. જેનાથી પીડિત લોકોના લિવરમાં સમસ્યા થવા લાગે છે. તો ચાલો જાણીએ, હિપેટાઇટિસથી બચવા માટે ક્યા ઉપાયો અજમાવવા જોઈએ

થાક

શરીરમાં હિપેટાઇટિસની સમસ્યા થવા પર ખૂબ જ થાક લાગે છે. આ ઉપરાંત સાંધામાં તેમજ માંસપેશિઓમાં દુખાવો થાય છે.

ચટાકેદાર ભોજન

હિપેટાઇટિસથી બચવા માટે મસાલાવાળુ ચટાકેદાર ભોજન ખાવાનું ટાળવું જોઈએ. જ્યારે બહારનું ખાવાથી બચવું જોઈએ.

એક્સરસાઈઝ કરો

હિપેટાઇટિસથી બચવાનો આસાન ઉપાય છે, એક્સરસાઈઝ કરવી. આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

સ્મોકિંગથી દૂર રહો

જો તમે સ્મોકિંગ કરો છો, તો હિપેટાઇટિસ થવાનો ખતરો વધી જાય છે. જેનાથી બચવા માટે દારૂ, તમાકુ અને સિગારેટ જેવા વ્યસનથી દૂર રહેવું જોઈએ.

પોષક આહાર

હંમેશા પોષક તત્વોથી ભરપુર આહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વજનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ફાસ્ટ ફૂડ્સ

હિપેટાઇટિસથી બચવા માટે ફાસ્ટફૂડ્સનું સેવન કરવાથી બચવું જોઈએ. જે લિવર માટે નુક્સાનદાયક નીવડી શકે છે.

તપાસ કરાવો

જો તમને લિવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય, તો તરત જ તપાસ કરાવવી જોઈએ. સમયસર તપાસ ના કરાવવાથી શરીરને વધારે નુક્સાન થઈ શકે છે.

અખરોટ ખાવાથી શરીરને થાય છે આ અદ્દભૂત ફાયદા