કિસમિસનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થાય છે, તે જ સમયે તેને દરરોજ ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ આ માટે જરૂરી છે કે તમે કિસમિસનું યોગ્ય રીતે સેવન કરો.આવી સ્થિતિમાં ચાલો જાણીએ તેને ખાવાની સાચી રીત.
કિસમિસમાં સારી માત્રામાં પ્રોટીન,આયર્ન અને ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં દરરોજ યાગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
કિસમિસને યોગ્ય રીતે ખાવાથી શરીરમાં વિટામિન-બી6,કેલ્શિયમ,પોટેશિયમ અને કોપરની ઉણપના પૂરી કરી શકાય છે.
કિસમિસને સીધી પણ ખાઈ શકાય છે, પરંતુ કિસમિસનો ભરપૂર ફાયદો મેળવવા માટે તેને પાણીમાં પલાળીને ખાવી ફાયદાકારક છે.
આ માટે કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠીને ખાલી પેટે કિસમિસ ખાવ, આ સાથે તમે તેના પાણીનું સેવન કરી શકો છો.
આ રીતે કિસમિસનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. આ સાથે હિમોગ્લોબિન ઝડપથી વધારવામાં મદદ કરે છે.
કિસમિસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે જ તેના વધુ પડતા સેવનથી મેદસ્વિતા પણ વધી શકે છે.આ સ્થિતિમાં દરરોજ ફક્ત 5-10 કિસમિસનું સેવન કરવું જોઈએ.
પલાળેલી કિસમિસ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ સાથે તે દાંત અને પેઢાના પોલાણને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.