લીંબુનો ઉપયોગ તમે વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકો છો, લીંબુમાં રહેલા પોષકતત્વો તમને વજન ઘટાડવાામાં મદદ કરે છે. આ શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ઈન્ફલામેશન ઘટાડવા તેમજ પાચનશક્તિ સુઘારવામાં મદદ કરે છે. આવો જાણીએ લીંબુનો તમે ડાયેટમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો
લીંબુમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીરની ચરબીને ઝડપથી ઓછી કરવામા મદદ કરે છે.
તમારા ડાયેટમાં લીંબુનો સમાવેશ કરો છો, જો તમે મોર્નીગ ડ્રીન્ક તરીકે લીંબુ પાણી લેશો તો તે તમને વજન ઘટાડવા સાથે બોડી ડિટોક્સ કરવામાં પણ મદદ કરશે.
લીંબુ પાણીમાં કાકડી ઉમેરીને તમે ટેસ્ટી ડ્રીન્ક બનાવી શકો છો, આ તમારા શરીરને ડી્હાઈડ્રેટ થતા બચાવે છે. આ ઉપરાંત કાકડીમાં ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે
લીંબુ પાણીમાં તાજા ફુદીનાના પાન ઉમેરી ટેસ્ટી સમર ડ્રીન્કનો આનંદ લઈ શકાય છે. આ લિવર ડિટોક્સમાં મદદ કરે છે તેમજ પાચન સુધારે છે.
આદુના રસમાં ફુદીનો અને લીંબુનો રસ ઉમેરી આ એક હેલ્ધી ડ્રીન્ક બનાવો. તે શરીરમાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવા પણ સરળ બનાવે છે