Diabetes Control: ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકરક છે


By Jivan Kapuriya08, Jul 2023 11:34 AMgujaratijagran.com

ખોરાક અને પાણી

આહારમાં ફેરફાર અને વ્યસ્ત દિનચર્યાના કરાણે આપણા શરીરને ઘણી બીમારીનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીસ આવી જ એક બીમારી છે.

ડાયાબિટીસ

ખાવાની ખોટી આદતોને કારણે આ બીમારીનો સામનો કરવો પડી શકે છે. જેને કંટ્રોલ કરવા માટે લોકો દવાઓ લેતા હોય છે.

શાકભાજી

ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આ શાકભાજી તમને મદદ કરશે, જેને તમે દરરોજ આહારમાં લેશો તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

ગાજર

આમાં બીટા-કેરોટિન હોય છે, જે શરીરમાં વિટામિન-એમાં રૂપાંતરિત થાય છે. તેને ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળી શકે છે.

કાકડી

કાકડી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ વધું છે અને ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછુ હોય છે.

પાલક

પાલકમાં ફોલેટ, વિટામિન-એ,વિટામિન -સી અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, તેને તમે કાચું પણ ખાઈ શકો છો, તેનાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.

બ્રોકલી

આમાં પોટેશિયમ, ફોલેટ, વિટામિન-સી મળે છે, તેમાં ગ્લોઈસેમિર ઈન્ડેક્સ ઓછું હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ફૂલકોબી

ફૂલકોબીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે તેમજ તે પોટેશિયમ, વિટામિન-સીનો સારો સ્ત્રોત છે. જે ખાવાથી ડાયાબિટીસની બીમારીમાં રાહત મળે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત વધું સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમે જાણો છો જમીન પર સુવાના આ ગેરફાયદા?

કેમ નથી છોડી શકતા લોકો સિગારેટની આદત?