ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ લોકોમા કોલેસ્ટ્રોલની સમસ્યા વધવા લાગી છે. કોલેસ્ટ્રોલની અસર સીધી રીતે હૃદય પર પડે છે.
કોલેસ્ટ્રોલ વધતાની સાથે જ અમુક વસ્તુઓને ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવામા આવે છે. એવામા કેટલીક શાકભાજીનુ સેવન કરવાથી ફાયદા મળે છે.
જો તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે તો તમારે તમારા ડાયટમા બ્રોકોલીને સામેલ કરવી જોઈએ. બ્રોકોલી ખાવાથી કોલેસ્ટ્રોલનુ લેવલ નિયંત્રણમા રાખી શકાય છે.
બીટને ખાવાથી લોહીનુ પરિભ્રમણ સુધરે છે. બીટ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રામબાણ ઉપાય છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓએ પાલકનુ વધારે સેવન કરવુ લાભદાયી છે. પાલકમા રહેલા પોષકતત્વો શરીરમા રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઝડપથી ઓછુ કરે છે.
લસણ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલને ઘણી હદ સુધી નિયંત્રણમા રાખી શકાય છે.