ખોટી ખાણી-પીણી અને જીવનશૈલીના કારણે લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા વધી રહી છે. કોલેસ્ટ્રોલ હૃદય પર વધુ અસર કરે છે.
જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય ત્યારે વ્યક્તિએ ઘણું ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ તકે કેટલાક શાકભાજીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી રહ્યું છે તો તમારા રોજિંદા આહારમાં બ્રોકોલીનું સેવન કરો. બ્રોકોલી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.
બીટ ખાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે તે રામબાણ સાબિત થાય છે.
શિયાળામાં ગાજરનું ખૂબ સેવન કરવામાં આવે છે. ગાજરમાં ફાઈબર અને બીટા કેરોટીન મળી આવે છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓએ પાલકનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. પાલક ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતુ.
લસણનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘણી હદ સુધી કંટ્રોલમાં રહે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.