સવારે ખાલી પેટ મેથીના પત્તાનુ પાણી પીવાથી શુ થાય છે?


By Hariom Sharma25, Nov 2023 03:01 PMgujaratijagran.com

મેથીના પત્તાનુ પાણી

ઠંડીમા મેથીનુ સેવન કરવાથી તો ફાયદો થાય છે પણ શુ તમે જાણો છો કે સવારમા ખાલી પેટ મેથીના પત્તાનુ પાણી પીવાથી ક્યા ફાયદા થાય છે. તેની અંદર ફાઈબર, મેગ્નેશિયમ,આયરન, વિટામિન જેવા પોષકતત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

પાચનતંત્ર

મેથીના પત્તામા ભરપૂર પ્રમાણમા ફાઈબર હોય છે, જે પાચનતંત્રમાં સુધારો કરે છે. જે પેટ સંબધિત સમસ્યા જેવી કે કબજિયાત,અપચો, સોજા જેવી સમસ્યાથી બચાવે છે.

વજનમા ઘટાડો

મેથીના પત્તામા ભરપૂર પ્રમાણમા ફાઈબર હોવાથી મેટાબોલિજમ વધારે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ

રોજ સવારે ખાલી પેટ મેથીના પત્તાનુ પાણી પીવાથી શરીરમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછુ થાય છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે.

You may also like

શું તમે ક્યારેય એલોવેરાનું જ્યુસ પીધું છે? ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાના ચમત્કાર

આંબલી ખાવાથી શરીરને ક્યા ક્યા ફાયદા મળે છે?

સોજામા રાહત

મેથીના પત્તાનુ પાણીમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ રહેલા છે. આ શરીરના કોઈપણ ભાગમાં આવેલા સોજાને ઓછો કરે છે.

હોર્મોનલ બેલેન્સ

મેથીના પત્તાનુ પાણી તેની ફાઈટોએસ્ટ્રોજન સામગ્રી માટે જાણીતુ છે, જે હોર્મોનલ બેલેન્સ રાખવામાં મદદ મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શું તમે ક્યારેય એલોવેરાનું જ્યુસ પીધું છે? ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાના ચમત્કારિક ફાયદા વિશે જાણી લો