જો તમે પણ ટ્રેકિંગના શોખીન છો અને ભારતના શ્રેષ્ઠ ટ્રેકિંગ સ્થળો વિશે જાણવા માગો છો, તો ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ-
ઉત્તરાખંડમાં આવેલ તુંગનાથ ટ્રેકિંગની સાથે તમે ચંદ્રશિલામાં પણ ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. તમે અહીં એકસાથે બે સ્થળોનું ટ્રેકિંગ કરી શકો છો.
સિક્કિમમાં આવેલ જોંગરી ટ્રેક એ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ટ્રેક છે. અહીં ટ્રેક કરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ થી જૂન અને ફરીથી ઓક્ટોબર થી ડિસેમ્બરનો છે.
મહારાષ્ટ્રનો રાજમાચી ફોર્ટ ટ્રેક નવા ટ્રેકિંગ ઉત્સાહીઓ માટે એક સારું સ્થળ છે. આ ટ્રેકિંગ સ્થળ લોનાવાલાથી લગભગ 15 કિલોમિટરના અંતરે આવેલું છે.
હિમાચલ પ્રદેશમાં હમ્પટા પાસ ટ્રેક પર ટ્રેકિંગ કરતી વખતે તમે બરફથી ઢંકાયેલી ખીણો,ઘટાદાર વૃક્ષો,ફૂલોના ખેતરો વગેરેનો આનંદ માણી શખો છો.
ઉત્તરાખંડમાં આવેલ રુપિન પાસ ટ્રેક ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ટ્રેકિંગ કરતી વખતે તમે ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલી ટેકરીઓ સિવાય ધોધ અને ગામડાઓ જોઈ શકો છો.
ઉત્તરાખંડમાં આવેલ કેદારકંઠા ટ્રેકિંગ માટે ખાસ જગ્યા છે. જો તમે ઉત્તરાખંડની લીલીછમ ખીણોની વચ્ચે આસાન ટ્રેક કરવા માંગતા હોવ તો આ સ્થળ સરસ છે.
ઉત્તરાખંડમાં આવેલ વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક ટ્રેકિંગ એડવેન્ચર પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. અહીં તમે ફુલોથી ભરેલા બગીચાનો આનંદ માણી શકો છો.