મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગને ફણગાવીને ખાવાના પણ ઘણા ફાયદા છે. પરંતુ ઘણા લોકોને તે ક્યા સમયે ખાવા એ ખબર નથી હોતી. ચાલો આજે નિષ્ણાત પાસેથી જાણનીએ.
સવારે નાસ્તામાં સ્પ્રાઉટ્સ ખાવા સૌથી વધુ ફાયદાકારક છે. તેમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.
કસરત કે વર્કઆઉટ પહેલાં ફણગાવેલા મગ ખાવા સારા છે, કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ અને કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તે શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે અને સ્નાયુઓને સ્વસ્થ બનાવે છે.
જ્યારે પણ તમને થોડી ભૂખ લાગે અને કંઈક હેલ્ધી ખાવાની ઇચ્છા થાય, ત્યારે સ્પ્રાઉટ્સ એક સંપૂર્ણ વિકલ્પ છે. તે તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને કેલરી વધાર્યા વિના પેટ ભરે છે.
જો તમને સાંજે ભૂખ લાગે છે, તો જંક ફૂડને બદલે સ્પ્રાઉટ્સ ખાવા એ એક સ્વસ્થ વિકલ્પ છે. તે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે અને પેટને હળવું રાખે છે.
રાત્રે મગ ફણગાવેલા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે પચવામાં વધુ સમય લે છે. જો રાત્રે ખાવામાં આવે તો તેનાથી ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ડૉ. કિરણ ગુપ્તાના જણાવ્યા અનુસાર, એસિડિટી, ગેસની સમસ્યા હોય તો તમારે ખાલી પેટે મગની દાળ ન ખાવી જોઈએ.