Diabetes: ડાયાબિટીસ ચેક કરવાનો યોગ્ય સમય ક્યો છે?


By Sanket M Parekh10, Jun 2025 04:42 PMgujaratijagran.com

ડાયાબિટીસના દર્દી

ડાયાબિટીસના દર્દીઓએ સમયાંતરે પોતાનું સુગર લેવલ ચેક કરતા રહેવું જોઈએ, તો ચાલો જાણીએ ડાયાબિટીસ ચેક કરવાનો યોગ્ય સમય ક્યો છે?

ડાયાબિટીસની સમસ્યા

ડાયાબિટીસ એક ગંભીર અને લાઈલાજ બીમારી છે, જેને જડમૂળથી ક્યારેય ખતમ કરી શકાતી નથી. માત્ર ડાયાબિટીસને કંટ્રોલ જ કરી શકાય છે.

ડાયાબિટીસને ચેક કરવાના બે સમય

ડાયાબિટીસના દર્દીઓએ દિવસના આ બે સમયે પોતાનું સુગર લેવલ ચેક કરાવવું જોઈએ. આ સમયે ચેક કરવાથી સુગરનું ચોક્કસ લેવલ સટીક જાણી શકાય છે.

ખાલી પેટ સુગર લેવલ ચેક

સવારે ખાલી પેટ સુગર લેવલ ચેક કરાવવું જોઈએ. આ સમયે ચેકઅપ કરાવવાથી શરીરનું સામાન્ય ગ્લુકોઝ સ્તર જાણવામાં મદદ મળે છે.

જમ્યા પછી સુગર લેવલ

જમ્યા પછી પણ ડોક્ટરો ડાયાબિટીસ ચેક કરાવવાની સલાહ આપે છે, કારણ કે આ સમયે ચેક કરવાથી જાણી શકાય છે કે, ખાધા બાદ શરીરમાં ગ્લોકોઝ કેવી રીતે પ્રોસેસ કરે છે.

ઈસ્યુલિન વાળા રાતે પણ ચેક કરે

જો તમે ઈસ્યુલિન લેતા હોવ, તો તમારે રાતના સમયે પણ સુગર લેવલ ચેક કરવું જોઈએ. આ માટે સૂતા પહેલા ચેક કરી શકો છો.

તબીબની સલાહ

માત્ર બ્લડ સુગર ચેક કરાવવાથી નહી ચાલે, ચેકઅપ કર્યાં બાદ તેનો રિપોર્ટ પણ તબીબને બતાવવો જોઈએ. જેથી તમારું સુગલ લેવલ ચકાસીને તબીબ યોગ્ય સલાહ અને દવાઓ આપી શકે.

Hydrocephalus: સાવધાન..મગજમાં પાણી ભરાવા પર શરીર આપે છે આ 5 સંકેત, ના કરશો નજરઅંદાજ