જૂનાગઢમાં ગીર નેશનલ પાર્ક અને ગિરનાર સહિત કેટલાક જોવાલાયક સ્થળો છે, જ્યા તમે ઉનાળું વેકેશન માટે પ્લાન કરી શકો છો.
ગિરનારમા ઘણા જૈન અને હિન્દુ મંદિરો આવેલા છે, અહીંયા દૂર-દૂરથી લોકો શિખર પર જવા માટે 10,000 પગથિયાં ચડે છે.
આ પ્રાચીન કિલ્લો 319 BC માં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અહીં શહેર અને પૂર્વથી ગિરનાર ટેકરીનો નજારો જોવો શાનદાર છે, અને તેની દિવાલોની અંદર એક ભવ્ય પ્રાચીન મસ્જિદ પણ છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટીક સિંહો, અન્ય વન્યજીવો અને પક્ષીઓની અસંખ્ય પ્રજાતિઓને જોવાના લ્હાવો માણી શકાય છે. તેમજ અહીં ગાઢ, જંગલોમાંથી વાઈલ્ડ સફારી લેવાનો આનંદ પણ અનેરો હોય છે.
આ બૌદ્ધ ગુફાઓ ખરેખરમાં ગુફાઓ નથી, પરંતુ બૌદ્ધ સાધુઓના રહેવા માટે પથ્થરમાંથી કોતરવામાં આવેલા રૂમ છે, આ લગભગ 2000 વર્ષો જૂની છે.
મહાબત મકબરા યુરો-ઇન્ડો-ઇસ્લામિક ડીઝાઈન રજૂ કરતુ ગુજરાતનું ભવ્ય સ્થાપત્ય છે. તેના બાજુઓ પરના મિનારાઓમાં ટાવરની ટોચ સુધી જતા સર્પાકાર પગથિયાં એક અલગ અને સુંદર દેખાવ આપે છે.
આ મ્યુઝયમમાં કુલ મળીને લગભગ 2900 પ્રદર્શનો છે, જેમાં ઓઈલ પેઈન્ટીંગ, હીસ્ટોરીક ફોટોગ્રાફ્સ,, કાપડ, કાર્પેટ અને જૂના જૂનાગઢ રાજ્યના ભૂતપૂર્વ શાસકો ના શાહી ફર્નિચરનો જેવા પ્રદર્શનો છે.
આ ઝૂમાં એશિયાટિક સિંહો જોઈ શકાય છે તેમજ ત્યા જોખમમાં મૂકાયેલી પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડીંગ પ્રોગરામ પણ ચાલી રહ્યા છે.
અડી-કડી વાવ સંપૂર્ણ રીતે સખત ખડકમાંથી બનેલી છે. અહીં 120 પગથિયાંની એક સાંકડો રસ્તો ઊંડા કૂવા તરફ દોરી જાય છે.