Street Food in Mumbai:પૂરણ પોળીથી લઈને મિસળ પાવ સુધી મુંબઈના આ ફેમસ સ્ટ્રીટ ફૂડન


By Smith Taral26, Jul 2024 01:32 PMgujaratijagran.com

કાંદા પૌંઆ

કાંદા પૌંઆ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ પૌંઆ વધુ ડુંગળી અને સમારેલા નાના બટાકાથી બનાવવામાં આવે છે.

સાબુદાણા વડા

સાબુદાણા વડા પણ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લોકો આને ઉપવાસ અને નવરાત્રી દરમિયાન ખાવાનું પસંદ કરે છે

મિસળ પાવ

મિસળ પાવ મહારાષ્ટ્રની લગભગ દરેક સ્ટ્રીટ પર મળી રહે તેવી ડીશ છે. ખાસ કરીને દાદર અને લાલબાગ જેવા મહારાષ્ટ્રની મોટી વસ્તી ધરાવતા વિસ્તારોમાં મિસળ પાંવ ખૂબ એન્જોય કરવામાંઆવે છે

સેન્ડવીચ

મુંબઈ તેના ટેસ્ટી સેન્ડવીચ માટે પણ ખૂબ ફેમસ છે. અહીં તમને ચીઝ, પનીર અથવા શેઝવાન જેવી ફેલવેરફૂલ સેન્ડવિચ મળી રહેશે.

વડા પાવ

મુંબઈનો વડા પાંવ સાથેનો સંબંધ ઘણો જૂનો છે, વર્ષોથી મુંબઈના લોકો ખૂબ ચાવથી વડા પાવ ખાતા આવ્યા છે. આ સૌથી ઝડપથી બનાવી શકાય તેવી ડીશ છે, વડાપાવ ને વિવિધ પ્રકારની મીઠી અને મસાલેદાર ચટણી અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે.

બન મસ્કા

બન મસ્કા પણ મહારાષ્ટ્રમાં ખૂબ પસંદ કરવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે. નરમ નરમ બન મસ્કા બટર સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે, ચા સાથે આને ખાવાથી સ્વાદ બમણો થઈ જાય છે.

પુરણ પોળી

પુરણ પોળી મહારાષ્ટ્રની એક હેલ્ધી સ્વીટ ડીશ છે. દાળ, ગોળ , ઘઉંના લોટ, ખાંડ, ચણા અને ઘીમાંથી બનાવવામાં આવતી પૂરણ પોળી એક ફૂલફીલિંગ મહારાષ્ટ્રીયન ડીશ છે

Health Tips: ચોમાસામાં મકાઈ ડોડા ખાવાથી આ બિમારીઓથી બચી શકાય છે , આવો જાણીએ