વેલેન્ટાઈન વીકની ઉજવણી માટે ગુજરાતના બેસ્ટ રોમેન્ટિક સ્થળો


By Vanraj Dabhi07, Feb 2025 12:27 PMgujaratijagran.com

ક્વોલિટી ટાઈમ

દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હોય છે. પરંતુ ઘણી વાર સમય અને પૈસાના અભાવે ફરવા જવાનું ટાળી દેતા હોય છે.

રોમેન્ટિક સ્થળો

આજે અમે તમને ગુજરાતના બેસ્ટ રોમેન્ટિક પ્લેસ વિશે જણાવીશું. જ્યા તમે તમારા પ્રિયજન સાથે રોમેન્ટિક પળો માણી શકો છો.

વેલેન્ટાઈન વીક

7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે અને દરેક કપલ આ વીકની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે.

કચ્છ રણોત્સવ

વેલેન્ટાઈન વીક માટે કચ્છનો રણોત્સવ બેસ્ટ રહેશે, અહીં તમે તમારા જીવનસાથી સાથે નાઈટ વ્યુ અને લોક કલાનો અનુભવ માણી શકો છો.

રાણી કી વાવ

ગુજરાતના પાટણમાં આવેલી ઇતિહાસ અને સંસ્કૃતિ ધરોહર એવી રાણી કી વાવ ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે, અહીં તમે તમારા પ્રેમી સાથે ઐતિહાસિક વારસો અને સ્થાપત્યનો અનુભવ મેળવી શકો છો.

દીવ અને દમણ

વેલેન્ટાઈન ડે પર તમે દીવ અને દમણના દરિયાકિનારે ખુશનુમા હવામાન તમને પસંદ આવશે. જીવનસાથી સાથે અહીં દરિયામાં વોટર સ્પોર્ટ્સની મજા માણી શકશો.

સુરતનો દરિયાકિનારો

ગુજરાતની ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં આવેલ દરિયાકિનારો ખૂબ જ રોમેન્ટિક લોકેશન છે, અહીં તમે તમારા જીવનસાથી સાથે આનંદની પળો પસાર કરી શકો છો.

ડુમસ બીચ

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં દરિયાકિનારો એટલે કે ડુમસ બીચ એ સ્થાનિકો અને સમગ્ર ગુજરાતીઓમાં સૌથી લોકપ્રિય બીચ છે, અહીં તમે પ્રેમી સાથે રોમેન્ટિક પળો વિતાવી શકો છો.

સાપુતારા

આ હિલ સ્ટેશન ખાસ કરીને તેના કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રખ્યાત છે. તમે તમારા જીવનસાથી સાથે અહીં આહલાદક હવામાનનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Propose Day 2025: પાર્ટનરને પ્રપોઝ કરવા માટે પરફેક્ટ લોકેશનની યાદી