Diwali Vacation: દિવાળી વેકેશનમાં અમદાવાદ નજીક ફરવા માટે બેસ્ટ સ્થળો


By Vanraj Dabhi13, Oct 2024 05:23 PMgujaratijagran.com

અમદાવાદ નજીક ફરવા લાયક સ્થળો

દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદ નજીક પિકનિક પ્લાન કરી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે.

લોથલ

લોથલ એ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના દક્ષિણના સ્થળોમાંનું એક છે. અમદાવાદ નજીક ભાલ પ્રદેશના સરગવાલા તાલુકાના ધોળકા પાસે લોથલ આવેલ છે.

અડાલજ વાવ

અડાલજની વાવ એ ગાંધીનગર નજીક અડાલજના નાના શહેરમાં આ વાવ આવેલ છે.

વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ

વિન્ટેજ કાર મ્યુઝિયમ દાસ્તાન એસ્ટેટ, સર્વિસ રોડ, નિકોલ, કાઠવાડા, અમદાવાદ ખાતે સરદાર પટેલ રિંગ રોડ પર 2,200 એકરમાં દાસ્તાન ફાર્મ હાઉસમાં આવેલું છે.

ઈન્દ્રોડા પાર્ક

ભારતમાં એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ ઈન્દ્રોડા નેચર એજ્યુકેશન અભયારણ્ય અમદાવાદથી માત્ર 25 કિમી દૂર છે.

ઇડ્રિયો ફોર્ટ્રેસ

ઇડર સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક નગર છે. ઇડર મુખ્યત્વે તેના ઇડ્રિયો કિલ્લા માટે જાણીતું છે. અજેય ગણાતો ઇડરનો કિલ્લો વિજયનું પ્રતિક છે.

ગાંધીનગર

ગુજરાતની રાજધાની ગાંધીનગર, અમદાવાદથી 23 કિમીના અંતરે સાબરમતી નદીના પશ્ચિમ કિનારે આવેલું છે.

ગુજરાત સાયન્સ સિટી

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદના હેબતપુરમાં છે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશોધન તરફ વધુ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આ પહેલનો એક ભાગ છે.

પોઇચા નીલકંઠધામ

પોઇચા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર અમદાવાદથી આશરે 170 કિમી દૂર વડોદરા જિલ્લામાં રાજપીપળા નજીક આવેલું છે.

ભમ્મરિયો કૂવો

ભમ્મરીયો કુવો એ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે 15મી સદીમાં સમ્રાટ મહમૂદ શાહ બેગડા દ્વારા બાંધવામાં આવેલ એક પ્રાચીન સ્થાપત્ય છે.

બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ

બાલાસિનોર એ વિશ્વના સૌથી મોટા ડાયનાસોર અશ્મિભૂત સ્થળો પૈકીનું એક છે, જેમાં અશ્મિઓ અને પ્રાગૈતિહાસિક અવશેષો દર્શાવતું સમર્પિત સંગ્રહાલય છે.

Top 5 Beaches: દ્વારકાના સુંદર અને પ્રખ્યાત બીચ