Places in Udaipur: ઉદયપુરની મુલાકાત લઈ આ વિકએન્ડને મનોરંજક બનાવો, આ સ્થળો છે જો


By Smith Taral25, Jul 2024 02:29 PMgujaratijagran.com

સિટી પેલેસ

ઉદયપૂર જઈ રહ્યા હોવ તો સિટી પેલેસની જરૂરથી મુલાકાત લેવી જોઈએ, અહીં તમે સુંદર બગીચાની સેર પણ કરી શકો છો, સાથે મહેલોની મુલાકાત લઈ પરંપરાગત રાજસ્થાની શૈલીને વધું નજીકથી જાણી શકો છો

પીચોલા તળાવ

અહીં તમે બોંટીગનો આનંદ માણી શકો છો, અને બોટમાંથી તમે સિટી પેલેસ અને સુંદર જગ મંદિરને નિહાળી શકો છો

જગ મંદિર

જગ મંદિર તેના ભવ્ય આગંણાઓ, અને ત્યાં કરવામાં આવેલી કલાકૃતિ માટે પ્રખ્યાત છે. આ સિવાય તમે ત્યા લીલાછમ બગીચામાં સેર કરી શકો છો.

ફતેહ સાગર તળાવ

ઉદયપૂરમા ફતેહ સાગર તળાવ પણ મુલાકાત લઈ શકાય તેવું ઉત્તમ સ્થળ છે, અહીં તમે કુદરતી સુંદરતા વચ્ચે હળવાશની પળો માણી શકો છો

સજ્જનગઢ પેલેસ

સજજનગઢ પેલેસ પર્વત બનાવેલો એક સુંદર પેલેસ છે, જ્યાંથી તમને ઉદયપુરના સુંદર દ્ર્શ્યો જોઈ શકો છો. ચોમાસામાં આ જગ્યા વધું સુંદર દેખાય છે

બાગોર કી હવેલી

બાગોર કી હવેલી શાંત પિચોલા તળાવના કિનારે આવેલું છે. રાત્રે આ સ્થળે રાજસ્થાની મહિલાઓ પપેટ શો અને ઘૂમર નૃત્ય કરે છે જેનો અનુભવ તમે કરી શકો છો

જગદીશ મંદીર

જગદીશ મંદીર સિટી પેલેસના ભવ્ય પ્રવેશદ્વાર 150 મીટરના અંતરે આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહની અંદર ચાર હાથથી સજ્જ ભગવાન વિષ્ણુની કાળા પથ્થરની આકૃતિ જોવા મળે છે

વિન્ટેજ કાર મ્યુઝીયમ

અહીં સમગ્ર ભારતમાં એન્ટિક કારનું એગ્ઝીબીશન કરવામાં આવે છે, અહીં રોલ્સ રોયસ સિલ્વર ગોસ્ટ, એમજી ટીસી કન્વર્ટીબલ જેવી કારનું પણ કલેક્શન છે

Hill Stations in Gujarat: ચોમાસામાં ગૂજરાતના આ અદ્ભૂત હિલ સ્ટેશનની મુલાકાત લો અને ત્યાંની કુદરતી સુંદરતાનો લ્હાવો ઉઠાવો