Hill Stations in Gujarat: ચોમાસામાં ગૂજરાતના આ અદ્ભૂત હિલ સ્ટેશનની મુલાકાત લો અન


By Smith Taral24, Jul 2024 10:41 AMgujaratijagran.com

વિલ્સન હિલ્સ

વિલ્સન હિલ્સની મુલાકાત માટે ઉનાળા અને ચોમાસાની ઋતુ બેસ્ટ સમય છે. વિલ્સન હિલ્સ પરથી તમે દરીયાનો સુંદર નઝારો જોઈ શકો છો. અહીંથી પંગરબારી વન્યજીવ અભયારણ્ય નજીકના લીલાછમ જગ્યાનો નજારો પણ અત્યંત સુંદર છે

સાપુતારા

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા હરિયાળી, જંગલો અને અદ્ભુત ધોધની વચ્ચે આવેલું પ્રાકૃતિક જોવાલાયક સ્થળ છે. ચોમાસા ઋતુ દરમિયાન અહીં દેશભરમાંથી ઘણા પર્યટકો આવે છે

પાવાગઢ

પાવાગઢ ગુજરાતનું પોપ્યુલર ટુરીસ્ટ ડેસ્ટીનેેશન છે, ચોમાસા દરમિયાન અહીં જોવા મળતી હરિયાળી મનમોહક હોય છે

ગિરનાર

ગિરનાર એ જૈન અને હિંદુ બંને ધર્મ માટે પવિત્ર સ્થળ છે. અહીંના પર્વત અને તેની આસપાસના મનોહર દૃશ્યોનો આનંદ માણવો અનેરો હોય છે. આ નેચર ફોટોગ્રાફી માટે પણ આ પરફેક્ટ સ્થળ છે

માથેરાન

માથેરાન એશિયાના કેટલાક ઓટોમોબાઈલ-ફ્રી હિલ સ્ટેશનોમાંનું એક છે. ત્યાં આવેલા લીલાછમ જંગલો, શાર્લોટ લેક અને વન ટ્રી હિલ જેવા કુદરતી સુંગરતાનો અનુભવ કરો

માઉન્ટ આબુ

આ હિલ સ્ટેશન પણ તમને ગરમીમાં રાહત અપાવે તેવું સ્થળ છે, આ સાથે અહીં સૂર્યાસ્તની મજા માણી શકાય છે. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા પર્વતો અને હરિયાળી ખૂબ જ સુંદર લાગે છે.

Places in Dwarka: દ્વારકા જઈ રહ્યા છો તો આ સ્થળોની મુલાકાત અચૂકથી લેજો