આ મંદિર 16મી સદી દરમિયાન ચૂનાના પથ્થર અને રેતીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતુ. દ્વારકાદીશ શબ્દનો અર્થ દ્વારકાનો રાજા એવો થાય છે.
ગોમતી ઘાટ ગોમતી નદીના કિનારે બાંધવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે કૃષ્ણ મથુરાથી જ્યારે દ્વારકા આવ્યા પછી, તેઓ તેમના પરમ મિત્ર સુધામા પાસે આવ્યા અને તેઓએ ગોમતી નદીના કાંઠે ઘણો સમય વિતાવ્યો હતો
દ્વારકાની મુલાકાત લેતી વખતે ભડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન પણ અચુકથી કરજો. હજારો વર્ષ પહેલા અરબી સમુદ્રની નજીક એક શિવલિંગ મળી આવ્યું હતું, જેથી અહીં મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના સૌથી સુંદર દરિયાકિનારામાં દ્વારકા બીચનું પણ નામ આવે છે. આ સ્થાન એક સમયે ગુજરાત અને પડોશી દેશો વચ્ચે વેપાર માટેનું મુખ્ય બંદર હતું.
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તે દ્વારકામાં જોવા માટેના સૌથી સુંદર અને શક્તિશાળી સ્થળોમાંનું એક છે.
બેટ એ દ્વારકાના કિનારે આવેલ એક નાનકડો ટાપુ છે અને તે સમયે ભગવાન કૃષ્ણનું નિવાસ સ્થાન માનવામાં આવતું હતું. આ ટાપુ પરથી જ ભગવાન દ્વારકા રાજ્ય પર શાસન કરતા હતા.
એવું કહેવાય છે કે રુક્મિણી દેવીના પવિત્ર મંદિરમાં ગયા વિના તમારા દ્વારકાના દર્શન અધૂરા છે. અહીં ઋષિ દુર્વાસાએ ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીને શ્રાપ આપ્યો હતો કે તેઓ અલગ રહેશે.
અહીં તમે ભગવાન કૃષ્ણની તેમની પત્નીઓ સાથે સુંદર કોતરણીવાળી મૂર્તિઓ જોઈ શકો છો. દ્વારકામાં આવેલ ઈસ્કોન મંદિર શ્રી શ્રી રુક્મિણીદેવી દ્વારકાધીશ ધામ તરીકે પણ લોકપ્રિય છે.