Patan Places: દિવાળી તહેવાર દરમિયાન પાટણમાં જોવાલાયક સ્થળોની યાદી


By Vanraj Dabhi28, Sep 2024 02:43 PMgujaratijagran.com

પાટણની સ્થાપના

ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના સવંત 802માં થઈ હતી.

કોણે સ્થાપના કરી

વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી પાટણ શહેરની સ્થાપના કરી હતી.

ફરવા લાયક સ્થળો

દિવાળીના તહેવાર પર ઘણા લોકો ફરવાનો પ્લાન કરતા હોય છે, તમે ગુજરાતમાં અમદાવાદથી આશરે 130 કિમીના અંતરે આવેલ ઐતિહાસિક નગરી પાટણની મુલાકાત કરી શકો છો.

રાણીની વાવ

પાટણના સૌથી પ્રસિદ્ધ સ્થળો પૈકી એક રાણી કી વાવ એટલે કે રાણીની વાવ, જે તેના અજોડ સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.

સહસ્ત્રલિંગ તળાવ

ગુજરાતના પાટણ શહેરની સ્થાપત્ય કળાનું બીજું એક ભવ્ય ઉદાહરણ એટલે પાટણના ઉત્તર-પશ્ચિમમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ, આ તળાવ 4 લાખ 26 હજાર 500 ઘનમીટર પાણીનો સંગ્રહ કરી શકે છે.

ખાન સરોવર

પાટણના દક્ષિણ ભાગમાં પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલ તળાવ આજે ખાન સરોવર તરીકે ઓળખાય છે.

જૈન મંદિર

પાટણ હિંદુ મંદિરોની સાથે જૈન મંદિરોનો ગઢ પણ છે.પાટણમાં સોથી વધુ જૈન મંદિરો આવેલા છે.

ત્રિકમ બારોટની વાવ

ઐતિહાસિક નગરી પાટણમાં ત્રિકમ બારોટની વાવની મુલાકાત કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ahmedabad Gardens: અમદાવાદમાં ફરવા લાયક બેસ્ટ ગાર્ડનની યાદી