Mount Abu Places: રાજસ્થાનમાં માઉન્ટ આબુના જોવાલાયક સ્થળોની યાદી


By Vanraj Dabhi10, Nov 2024 01:34 PMgujaratijagran.com

માઉન્ટ આબુ

રાજસ્થાન, માઉન્ટ આબુ, રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 1722 મીટરની ઊંચાઈએ આવેલું છે અને અરવલ્લી શ્રેણીની લીલાછમ ટેકરીઓથી ઘેરાયેલું છે.

ગુરુશિખર

રાજસ્થાનમાં અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર આવેલ છે, અહીં ખૂબ જ સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે.

નક્કી લેક

ભારતમાં સૌપ્રથમ માનવસર્જિત તળાવ તરીકે ઓળખાય છે, જે માઉન્ટ આબુના જોવા લાયક બેસ્ટ સ્થળો પૈકીનું એક સ્થળ છે.

સનસેટ પોઈન્ટ

માઉન્ટ આબુ હિલ સ્ટેશનનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જે સૂર્યાસ્ત સમયે હેંગઆઉટ કરવા માટે બેસ્ટ જગ્યા છે.

હનીમૂન પોઇન્ટ

કપલને બેસવા માટે સારી જગ્યા છે, તમે સૂર્યાસ્ત પહેલા 30 મિનિટ પહેલા ત્યાં ચા, મકાઈ, સાથે આનંદ માણી શકો છો.

દેડકો રોક

નક્કી લેકની નજીક સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક ટોડ રોક વ્યુ પોઈન્ટ એટલે દેડકો રોક આવેલ છે.

ગૌમુખ મંદિર

ગૌમુખ મંદિરની મુલાકાત ડર અને આનંદની મિશ્ર સફર બાદ, અંતે ગૌમુખ-તીર્થ જ્યાં અતિ સુંદર કુંડમાં સરસ્વતી નદી ગૌમુખમાંથી પ્રગટ થઈને નીચે અવતરણ કરતી દેખાય છે.

અર્બુદા દેવી મંદિર

માઉન્ટ આબુમા અર્બુદા માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે. આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

ટ્રેવરની ટાંકી

ટ્રેવરની ટાંકીએ માઉન્ટ આબુ વાઇલ્ડ લાઇફ અભયારણ્યના હૃદયમાં એક નાનું બંધ તળાવ, જેનું નામ રાજપૂતાના રાઇફલ્સના બ્રિટિશ કર્નલ જી એચ ટ્રોવરના નામ પરથી બનાવવામાં આવ્યું હતું.

દેલવાડા જૈન મંદિર

માઉન્ટ આબુ પર આવેલા દેલવાડા જૈન મંદિરો તેના અસાધારણ સ્થાપત્ય અને અદ્ભુત આરસ પથ્થરની કોતરણી માટે વિશ્વભરમાં જાણીતા શ્રેષ્ઠ જૈન મંદિરોમાનું એક છે.

આ દેશોમાં એક પણ ટ્રેન નથી, જાણો ખાસ માહિતી