માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે, દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં મુલાકાતીઓ આવે છે. અરવલ્લીની ગિરીમાળા અને અદ્ભૂત કુદરતી સુંદરતા વચ્ચે આવેલું આ હિલ સ્ટેશનની તમે ચોમાસામાં મુલાકાત લઈ શકો છો. આ સિવાય માઉન્ટ આબુમાં ઘણા જોવાલાયક સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો. આવો જાણીએ વધુમાં
માઉન્ટ આબુની મુલાકાત દરમિયાન નકકી લેકની જવાનું ન ચૂકતા, અહીંની કુદરતી સુંદરતા મનમોહક છે. આ સિવાય આ સ્થળ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે, અહીં મહાત્માં ગાંધીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગુરૂ શીખર અરવલ્લીની ગિરીમાળાઓ વચ્ચે આવેલું ધાર્મીક સ્થળ છે, માઉન્ટ આબુની મુલાકાત દરમિયાન તમે ગુરૂ શીખરના દર્શન કરવા જઈ શકો છો
નક્કી લેકની મુલાકાત દરમિયાન ટોડ રોકની જોવાનું ચુકશો નહી. આ વિશાળ પથ્થરનો દેખાવ દેડકા જેવો છે, જે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.
માઉન્ટ આબુ વાઈલ્ડ લાઈફ સેન્કચુરીમાં તમે દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. અહીં વનસ્પતિઓની વિવિધ પ્રજાતી જોવા મળે છે જે હાલ જોખમમા મુકાયેલ છે.
માઉન્ટ આબુમાં દીલવારા જૈન મંદિરની મુલાકાત પણ લઈ શકો છો. આ મંદીર પરની સુંદર કલાકૃતી અને અદ્ભૂત દેખાવ તેને વધુ ખાસ બનાવે છે
અહીં તમે હાથની બનાવટની સુંદર કારીગરી અને ઓથેન્ટીક આર્ટવર્ક ખરીદી શકો છો. આ બજારમા તમને કશ્મીર કોટેજ એમ્પોરીયમ, પીકાડીલી પ્લાઝા અને ગવર્નમેન્ટ હેન્ડીક્રાફ્ટ એમ્પોરીયમમાં શોપીંગ કરવા જઈ શકો છો