જો તમે સુંદર કુદરતી વાતાવરણ અને ગ્રામ્ય જીવનનો અસલી આનંદ માણવા માંગતા હોવ તો તમે બકોર વોટરફોલની મુલાકાત લઈ શકો છો. અરવલ્લીની ગિરીમાળા વચ્ચે આવેલું આ સ્થળ ચોમાસામાં ખૂબ જ સુંદર થઈ જાય છે
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં આવેલું ઝાંઝરી વોટરફોલ વાત્રક નદીના કાંઠે સ્થિત છે. અહીં તમે ગંગા માતાના મંદીરના પણ દર્શન કરી શકો છો
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું પણીયારી વોટરફોલ કુદરતી સુંદરતાનો અદ્ભૂત નઝારો આપે છે. અહીંયા જંગલની અંદર વિહરતા તમે નાના મોટા વોટફોલ જોઈ શકો છો
જાંબુઘોડા જીલ્લામાં આવેલું હાથણી માતા વોટરફોલ વન ડે પીકનીક માટેનું પરફેરક્ટ સ્થળ છે. અહીંનું ઠંડુ અને સોહામણું વાતાવરણ તમારુ મન મોહી લેશે
જો તમે પરિવાર સાથે વન ડે પીકનીકનો પ્લાન કરી રહ્યા હોવ તો વડોદરાની નજીક આવેલું નઝ્ઝર માતા વોટરફોલની મુલાકાત લઈ શકો છો.
અંબાજી નજીક સેબલપાની વોટરફોલની પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો, સેબલપાની ગામમાં આવેલું આ વોટરફોલનો તમે કોઈ ભય વિના આનંદ માણી શકો છો.