Shiv Mandir In Gujarat: આ શ્રાવણમાં ગુજરાતના આ પ્રખ્યાત 8 શિવ મંદિરની મુલાકાત લ


By Smith Taral02, Aug 2024 01:03 PMgujaratijagran.com

શ્રાવણ મહીનો ભગવાન શિવને સમર્પિત કરવામા આવે છે, ચોમાસાના આનંદદાયક વાતાવરણ અને આ પવિત્ર મહિનામાં તમે ભગવાન શિવના આ મંદિરોની મુલાકાત લઈ શકો છો. તો આવો જાણીએ ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત શિવ મંદિરો વિશે

સોમનાથ મંદિર

12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ સોમનાથ મંદિર આ યાદિમાં પહેલા સ્થાને આવે છે. આ મંદિર ગુજરાતના ગિર સોમનાથમાં આવેલું છે. મંદિરના દર્શન કરી તમે સોમનાથના દરિયાકિનારાની પણ મજા લઈ શકો છો

નાગેશ્વર મંદિર

નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે, આ જ્યોતિર્લિંગ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે.

કોટેશ્વર મહાદેવ મંદિર

કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. અહીં તમે કચ્છના સુંદર રણની પણ મુલાકાત પણ લઈ શકો છો

નિષ્કલંક મહાદેવ મંદિર

આ શ્રાવણમાં તમે ભાવનગર જિલ્લાના કાળિયાક જીલ્લામા આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

ભવનાથ મહાદેવ મંદિર

આ શિવ મંદિર ગિરનારના પર્વતની તળેટીમા આવેલું પ્રસિધ્ધ યાત્રાધામ છે. અહીં ભગવાન શિવ મંદિર સ્વંય પ્રકટ થયા હતા તેવી લોકમાન્યતા છે

ગળતેશ્વર શિવ મંદિર

ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલું આ મંદિર 400 વર્ષ જૂનું અતિ પૌરાણિક છે, અહીં મહાદેવની 60 ફૂટથી ઊંચી ભવ્ય પ્રતિમા આવેલી છે.

હાટકેશ્વર મંદિર વડનગર

17મી સદીમા નિર્માણ પામેલું આ મંદિર ભગવાન હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે જેઓ નાગર બ્રાહ્મણોના ઇષ્ટ દેવ માનવામાં આવે છે. આ મંદિર ગુજરાત વડનગર જીલ્લામાં આવેલું છે

ઘેલા સોમનાથ મહાદેવ

રાજકોટ શહેરથી 77 કિલોમીટરના અંતરે જડસણ પાસે આવેલું આ મંદિર મીનલ દેવીએ બંધાવ્યું હતું. આ મંદિર ઘેલા નદીના કિનારે આવેલું છે તેથી તેનું નામ ઘેલા સોમનાથ મહાદેવ આપવામાં આવ્યું છે

Beaches in Dwarka: દ્વારકાના દરિયાકિનારે ફરવા લાયક સુંદર બીચની યાદી