મેઘાલય રાજ્યની રાજધાની ઊંચા ધોધ, ક્રીસ્ટલ ક્લીયર સાફ તળાવો અને અદ્ભૂત કુદરતી સુંદરતાનો નઝારો આપતા પર્વત શિખરોથી ઘેરાયેલું છેે.
દ્વાકી એવું સ્થળ છે જે વધું એક્સપ્લોર કરવામાંં નથી આવ્યું પરતું અહીંના નયનરમ્ય દ્દશ્યો, સ્વચ્છ પાણી, જયંતિયા હિલ્સ અને ખાસી હિલ્સ વગેર અત્યંત સુંદર છે
જો તમને સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવાનું પસંદ હોય તો આ સ્થળ તમારી માટે છે. અહીં સુંદર પહાડી ઢોળાવ પર વાદળો જોવાનો નજારો અતિ રમણીય હોય છે
નોહ કાલી કઈ ફોલ્સ જંગલોથી ઘેરાયેલ ખાસી પહાડી પરથી પડે છે, જે જેવું કોઈ અજાયબીથી કમ નથી.
લીશ ગ્રીન્સથી ઘેરાયેલું આ માનવસર્જિત તળાવની નજીક બોટીંગ , યાટિંગ જેવી એક્ટીવીટીનો આનંદ માણવો આહલાદાયક રહે છે
આ શિલોંગની નજીક સૌથી વધુ લોકપ્રિય ધોધ છે. આ ધોધ ત્રણ સ્તરમાં વહે છે તેમજ અહીંના પથ્થરો હાથીના પગના સાઈઝના દેખાય છે.
જો શુધ્દ તરોતાજા શ્વાસ લેવા માંગો છો તો માવલીનનોંગની મુલાકાત લો. અહીં પુષ્કળ ફૂલોવાળા ઓર્કિડ, સાફ અને સુંદર નદી કિનારો અને અહીંનું વાતાવરણ સમગ્ર વર્ષ દરમિયાન ખૂશનુમાં રહે છે
સાત ભાગો વહેંચાયેલો ચેરાપુંજીનોનો આ અદ્ભુત ધોધ એ ભારતનો ચોથો સૌથી ઊંચો ધોધ છે. તે તેની ભવ્યતા અને તેના કુદરતી સૌદર્ય માટે પ્રખ્યાત છે.