ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલી ગીરના જંગલ, વન્યજીવન અભયારણ્ય જોવાલાયક છે.
ગુજરાતના કચ્છ ખાતે સફેદ રણ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર, આઇના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, મ્યુઝિયમ, જોવાલાયક છે.
ગુજરાતના સોમનાથ ખાતે તમે મહાદેવના દર્શન કરીને આસપાસનો નયન રમ્ય નજારો નિહાળી શકો છો.
સાપુતારા એક હિલ સ્ટેશન છે અહીં ટ્રેકિંગ માટે ઘણા લોકો આવતા હોય છે.
ભગવાન શ્રી કૃષ્ણની નગરી તેરીકે જાણીતા શહેર દ્વારકામાં ઘણા ધાર્મિક સ્થળો આવેલ છે.
નર્મદા નદીના કિનારે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સરદાર સરોવર ડેમની નજીક આવેલ છે.
અમદાવાદમાં તમે સાબરમતી આશ્રમ,કાંકરિયા તળાવ,મ્યુઝિયમો અને આર્ટ ગેલેરીઓ અને શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો.
પાવાગઢ ખાતે પુરાતત્વ ઉદ્યાન દ્વારા સંચાલિત ચાંપાનેર-પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર આવલ છે.
કચ્છમાં માંડવીના દરિયા કિનારે સુંદર બીચ આવેલ છે.