Honeymoon Places In India: તમારા હનીમૂનને વધુ રોમેન્ટીક બનાવશે ભારતના આ 7 સુંદર


By Smith Taral02, Aug 2024 06:20 PMgujaratijagran.com

જો તમે હનીમૂન પ્લાન કરી રહ્યા હોવ તો ભારતના અદ્ભૂત સ્થળોની મુલાકાત લઈ શકો છો. ભારત તેના ભૌગોલીક સુંદરતા માટે પ્રખ્યાત છે, અહીં પહાડો, દરીયાકિનારા, ખીણો, નદીઓ સહિત અનેક સુંદર લેન્ડસ્કેપ આવેલા છે. તમારા હનિમૂનને રોમેન્ટીક બનાવવા તમે ભારતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ઊંટી

ઊંટીના પર્વતીય વિસ્તારનું વાતારણ મોટે ભાગે ઠંડુ અને ખૂશનુમા રહે છે, અહીં ભાગ્યેજ ભારે વરસાદ જોવા મળે છે માટે ઓગસ્ટ મહિના હનિમુન માણવા બેસ્ટ છે

નૈનીતાલ

ઉત્તર ભારતના ઉત્તરાખંડમા આવેલું નૈનીતાલ તેની સુંદર તળાવ અને અદ્ભૂત પર્વતીય દ્રશ્યો માટે પ્રખ્યાત છે. અહીં આવેલુ નેની તળાવ પાસે તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટીક પળો માણી શકો છો

કૂર્ગ

જો તમે હનિમૂન માટે કઈ જગ્યાએ જવું તે લઈને મુંઝવણમાં હોવ તો કૂર્ગ તમારી માટે પરફેક્ટ સ્થળ છે. અહીનીં હરીયાળી, નારીયેળના ઝાડનું વાવેવતર અને સુંદર તળાવો તેને વધું આકર્ષક બનાવે છે

કોવલમ

જો તમને બીચ પર ફરવાનું પસંદ હોય તો કોવલમ તમને પસંદ આવશે, અહીંનો સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો, વોટર સ્પોર્ટ્સ, અને કોસ્ટલ વિસ્તારની સુંદરતા તમારું મન મોહી લેશે

ગોવા

હનિમૂન માટે સૌથી પોપ્યુલર ગણાતુ ગોવા કપલ માટે બેસ્ટ જગ્યા છે. આ રોમેન્ટીક પ્લેસ પર તમે દરીયાકિનારાની સેર કરી શકો છો આ સિવાય ક્લબીંગ અને પાર્ટીનો પણ આનંદ ઉઠાવી શકો છો

સ્પીતી

હીમાચલ પ્રદેશમા આવેલું સ્પીતી તેની એલૌકીક સુંદરતા માટે પ્રખ્યાત છે. સ્પીતી વેલી ભારત અને તિબેટ દેશને એકબીજાથી અલગ કરે છે. ચારેતરફ હિમાલયના પર્વતો વચ્ચે આવેલા સ્પીતીની મુલાકાત તમારી માટે યાદગાર બની રહેશે.

વાયનાડ

જો તમે દક્ષિણ ભારતમાં હનિમુન એન્જોય કરવા માંગતા હોવ તો, વાયનાડ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે યાદગાર પળો માણી શકો છો. વાયનાડ તેના પહોળા રસ્તાઓ, ગીચ જંગલો, હરીયાળી પર્વત માળા અને વોટરફોલની ભેટ આપે છે

Temples in Vadodara: વડોદરામાં આવેલા પ્રખ્યાત મંદિરોની યાદી