વિકેન્ડ પ્લાનઃ દિલ્હીના આ ઐતિહાસિક સ્થળો ફરવા લાયક છે, જરૂરથી મુલાકાત લો


By Jivan Kapuriya08, Jul 2023 10:17 AMgujaratijagran.com

દિલ્હી

દિલ્હી એક ઐતિહાસિક શહેર છે, આ શહેર મહાભારતથી લઈને મુઘલ સામ્રાજ્ય સુધી પહેલાથી જ તેમની આગવી ઓળખ દર્શાવે છે. તેમનું પ્રાચીન નામ ઈન્દ્રપ્રસ્થ હતું.

રાજધાની

તેમની આ ખાસિયતો જોતા 1911માં તેને દેશની રાજધાની બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતની ટોચની સંસ્થાઓ છે.

ઐતિહાસિક ઈમારતો

અહીં ઘણી એવી ઐતિહાસિક ઈમારતો છે જ્યાં તમારે ફરવા જવું હોય તો વિકેન્ડ પ્લાન કરી શકો છો. આ ઐતિહાસિક ઈમારતોને નિહાળવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

લાલ કિલ્લો

આ કિલ્લાને મુઘલ સમ્રાટ શાહજહાંએ બનાવ્યો છે. જેનું નિર્માણ કાર્ય 10 વર્ષ સુધી ચાલ્યું હતું અને 1648માં આ કિલ્લો બનીને તૈયાર થયો હતો, દેશના વડાપ્રધાન સ્વતંત્ર પર્વએ અહીંઆથી જ ધ્વજ ફરકાવે છે.

હુમાયુનો મકબરો

દિલ્હી સલ્તનતના બાદશાહ હુમાયુનો મકબરો એક ઐતિહાસિક અને સુંદર સ્થળ છે. જો તમે વિકેન્ડમાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો આ સ્થળની મુલાકાત જરૂરથી કરજો.

કુતુબ મીનીર

આ ઈંટોથી બનેલો વિશ્વનો સૌથી ઊંચો ટાવર છે, તેને કુતુબુદ્દીન ઐબકે 1193માં બનાવ્યો છે. તેની ઊંચાઈ 73 મીટર છે.

સફદરજંગનો મકબરો

આ અવધના નવાબ સફદરજંગની કબર છે. તે ખૂબ જ સુંદર અને ઐતિહાસિક ઈમારત છે. તે ચારેબાજુ બગીચાથી ઘેરાયેલું છે.

લોદી ગાર્ડન

આ બગીચો સફદરજંગની કબર પાસે આવેલો છે. અહીં સુંદર ફુવારાઓ, તળાવો અને વિવિધ પ્રકારના ફૂલો પ્રવાસીઓને મોહિત કરે છે. દિલ્હીમાં ફરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

વાંચતા રહો

પ્રવાસને લગતા આવા અન્ય સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આ 6 યોગાસનો પુરૂષોમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે ખૂબ જ અસરકારક છે

વરસાદની સિઝનમાં ઉત્તર ભારતના હિલ સ્ટેશને ફરવા જાઓ, જ્યાં મોનસૂનની મજા બેવડાશે