વરસાદની સિઝનમાં ઉત્તર ભારતના હિલ સ્ટેશને ફરવા જાઓ, જ્યાં મોનસૂનની મજા બેવડાશે


By Sanket M Parekh05, Jul 2023 04:20 PMgujaratijagran.com

મનાલી

હિમાચલ પ્રદેશમાં આવેલ મનાલી ખૂબ જ સુંદર સ્થળ છે. જ્યાં તમે ચોમાસાની સિઝનમાં ફરવા માટે જઈ શકો છે.

ગુલમર્ગ

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલ ગુલમર્ગ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં બરફથી છવાયેલા પર્વતો ઉપરાંત લીલાછમ મેદાનો વગેરેનો નજારો માણી શકો છો

મસૂરી

મસૂરીને ક્વિન ઑફ હિલ્સ કહેવામાં આવે છે. આ જગ્યાં ઉત્તરાખંડના સૌથી લોકપ્રિય રોમેન્ટિક હિલ સ્ટેશન પૈકીની એક છે. અહીં તમે પાર્ટનર સાથે યાદગાર ક્ષણો ઈન્જોય કરી શકો છો.

માઉન્ટ આબૂ

માઉન્ટ આબૂ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે લીલાછમ મેદાનો અને શાંત વાતાવરણ માટે ખૂબ જ લોકપ્રિય છે. રાજસ્થાન ફરવા જઈ રહ્યાં હોય તો, આ હિલ સ્ટેશનનો દીદાર જરૂર કરો.

રાનીખેત

ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન હિમાલય પર્વતની ગિરીમાળા અને જંગલોને જોડે છે. હનિમૂન માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે. જ્યાં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ અને ગોલ્ફિંગ જેવી એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.

અલ્મોડા

અલ્મોડા ઉત્તરાખંડમાં આવેલ એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં તમે ફરવા ઉપરાંત ટ્રેકિંગનો પણ આનંદ માણી શકો છો.

ટ્રેનની આ વેટિંગ ટિકિટ વિશે તમે જાણો છો