ઉનાળું વેકેશન પર તમે ગાંધીનગરમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરવાનો પ્લાન કરતા હોવ તો આ સ્થળો તમારા માટે પરફેક્ટ છે.
ગાંધીનગરના સેક્ટર 20 ખાતે BAPS દ્વારા 23 એકરમાં અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યુ છે.
ગાંધીનગરના અડાલજ ગામમાં આવેલી રૂડીબાઈની વાવનું નિર્માણ 1498માં થયુ હતું, લોકો આ વાવને અડાલજની વાવ તરીકે ઓળખે છે.
દેશનું એકમાત્ર એવું ઉદ્યાન ઈન્દ્રોડા પાર્ક છે, જેને ભારતનાં જુરાસિક પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગાંધીનગરમાં સૌથી સુંદર સ્થળો પૈકીનું એક સરિતા ઉદ્યાન છે, આ પિકનિક સ્પૉટ તરીકે પ્રખ્યાત છે.
ગાંધીનગરના મુખ્ય તીર્થ સ્થળો પૈકી ત્રિમંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જે જૈન ધર્મ, શૈવવાદ અને વૈષ્ણવવાદને માને છે.
ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે ફરવા જવા માટે ગાંધીનગર નજીક બેસ્ટ પ્લેસ જો કોઈ હોય તો, તે ફન વર્લ્ડ બેસ્ટ ઑપ્શન છે.
ગાંધીનગરમાં આવેલ પુનીત વન શહેરનું એક આકર્ષક પાર્ક છે. આ વનને પંચવટી વન, નક્ષત્ર વન સહિત 4 વિભાગોમાં વેચવામાં આવ્યું છે.
ગાંધીનગના મુખ્ય પ્રવાસન સ્થળો પૈકીનું એક વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાજકીય દૃષ્ટિકોણથી પણ આગવું સ્થાન ધરાવે છે.
બૉટનિકલ ગાર્ડનમાં તમને એક બાજુ બગીચો, તો બીજી બાજુ ઔષધીય છોડ પણ જોવા મળી જશે. આ ગાર્ડન દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા છોડની લુપ્ત થતી પ્રજાતિઓ માટે જાણીતુ છે.
સાબરમતી નદી પર બનાવવામાં આવેલ સંત સરોવર ડેમ પણ ગાંધીનગરના મુખ્ય પ્રવાસન સ્થળ પૈકી એક છે.
ટ્રાલેવ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.