Monsoon Places in India: ચોમાસામાં આ સ્થળોએ કુદરત ચારે કળાએ ખીલી ઉઠે છે, આજે જ


By Smith Taral25, Jul 2024 04:58 PMgujaratijagran.com

કુર્ગ

કુર્ગ ભારતના વેસ્ટર્ન ઘાટમાં આવેલું રમણીય સ્થળ છે. આ જ્ગ્યાને માણવા માટે ચોમાસાને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય કુર્ગ વરસાદમાં ભીંજાઈને વધારે સુંદર થઈ જાય છે અને લીલાછમ વાવેતરો સાથે મોહક દૃશ્યો આપે છે.

મહાબળેશ્વર

મહાબળેશ્વર તેના સુંદર સ્ટ્રોબેરી ખેતરો, લીલાછમ જંગલોના લીધે એક ફરવાલાયક સ્થળ છે.

મુન્નાર, કેરળ

મુન્નાર ચાના બગીચા માટે જાણીતું છે અહીની ટેકરીઓ ફરતે હરિયાળી અદ્ભૂત સુંદરતા પ્રદાન કરે છે.

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

વેલી ઓફ ફ્લાવર્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમા સામેલ છે. ત્યાં આવેલા આલ્પાઇન ફૂલો, ઘાસના મેદાનો અને ત્યાનું વાઈલ્ડલાઈફ ઘણું પ્રખ્યાત છે.

શિલોંગ

મેઘાલયની રાજધાની, શિલોંગ, એક સુંદર હિલ સ્ટેશન છે. આ તેના અતિ સુંદર લેન્ડસ્કેપ્સ, વાઇબ્રન્ટ સંસ્કૃતિ અને જુના પુરાણા સ્થાપત્ય માટે જાણીતું છે.

વાયનાડ, કેરળ

વાયનાડ ઘણી વાઈલ્ડ લાઈફ સેન્કચુરી આવેલી છે. અહીં ટુરીસ્ટો તેની હરિયાળી અને વિવિધ વનસ્પતિ અને વાઈલ્ડલાઈફને જોવા આવે છે.

નામદાફા નેશનલ પાર્ક, અરુણાચલ પ્રદેશ

આ ભારતનું ત્રીજું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તે વિવિધ વનસ્પતિઓ અને વાઈલ્ડલાઈફ માટે જાણીતું છે આ ઉદ્યાન સ્નો લેપર્ડ અને હૂલોક ગીબનુ જેવા પ્રાણીઓનું ઘર છે.

માથેરાન

માથેરાન એશિયાના કેટલાક ઓટોમોબાઈલ-ફ્રી હિલ સ્ટેશનોમાંનું એક છે. ત્યાં આવેલા લીલાછમ જંગલો, શાર્લોટ લેક અને વન ટ્રી હિલ જેવા કુદરતી સુંગરતાનો અનુભવ કરો

પંચગની

સહ્યાદ્રી પર્વતમાળામાં પાંચ ટેકરીઓ વચ્ચે અને લીલીછમ ખીણો વચ્ચે આવેલું આ સ્થળ ચોમાસામાં મુલાકાત લેવા માટે યોગ્ય છે.

Places in Udaipur: ઉદયપુરની મુલાકાત લઈ આ વિકએન્ડને મનોરંજક બનાવો, આ સ્થળો છે જોવાલાયક