By Kishan Prajapati08, Jan 2023 07:00 AMgujaratijagran.com
જો તમે પણ હોટ એર બલુનનો આનંદ માણવા માંગતા હોત તો તમારે જયાં-ત્યાં જવાની જરુર નથી. ભારતની આ સ્થાનો પર આનંદ માણી શકો છો.
જો તમે શ્રેષ્ઠ હોટ એર બલુનનો આનંદ માણવા માગતા હોય તો પછી મુંબઈથી થોડે દુર રહેલ લોનાવાલામાં તેનો આનંદ માણી શકો છો. અહીં બલુનની સવારી લગભગ 60 મિનિટ સુધી ચાલે છે.
હોટ એર બલુનનો શ્રેષ્ઠ આનંદ માણવા માગતા હોય તો ગોવા પણ એક સુંદર જગ્યા છે. અહીં શિયાળામાં ફરવા સાથે બલુનની સવારી કરવાની એક અલગ આનંદ આવે છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હોટ એર બલુન રાઈડ માટે શ્રેષ્ઠ સ્થાન છે. કહેવાય છે કે અહીં લગભગ 30-40 મિનિટની સુધી સવારી કરી શકીએ છીએ.
દુનિયાભરમાં પીન્ક સીટીની નામથી પ્રખ્યાત જયપુર હોટ એર બલુન રાઈડ માટે એક શ્રેષ્ઠ શહેર મનાય છે. આકાશમાં ઉડીને પુરા શહેરને જોઈ શકીએ છીએ.
કર્ણાટક શહેરમાં આવેલ હમ્પી એક પ્રવિત્ર અને લોકપ્રિય સ્થળ હોવાની સાથે-સાથે હોટ એર બલુન રાઈડ માટે શ્રેષ્ઠ સ્થાન છે. અહીં લગભગ 500 મીટરની ઉંચાઈ પર 30 મિનિટની સુધી સવારી કરી શકીએ છીએ.
ભારતના સૌથી લોકપ્રિય અને પ્રસિધ્ધ હિલ સ્ટેશનમાં એક મનાલીમાં પણ હોટ એર બલુન રાઈડનો આનંદ માણી શકો છો. તમે અદ્દભુત દશ્યોનો આનંદ માણી શકો છો.
જો તમે ઉત્તર- પૂર્વના રાજ્યમાં કોઈ શ્રેષ્ઠ રાજ્યમાં એર બલુનની આનંદ માણવા માગતા હોય તો તમે દાર્જિંલિગમાં જઈ શકો છો.