Cholesterol Control: કોલેસ્ટ્રોલ હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં બસ આ 5 તેલ ખાવ


By Sanket M Parekh05, Jun 2025 04:04 PMgujaratijagran.com

હેલ્ધી કુકિંગ ઑઈલ

જો તમારું કૉલેસ્ટ્રોલ વધી ગયું છે, તો ગભરાશો નહીં. ખાણી-પીણીની યોગ્ય આદતો અને હેલ્ધી કુકિંગ ઑઈલથી તમે સરળતાથી કૉલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. કેટલાક ખાસ તેલ આવે છે, જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરવા સાથે-સાથે હાર્ટને પણ હેલ્ધી બનાવે છે.

ડાયેટીશિયન પાસેથી જાણો

તો ચાલો હેલ્ધી ડાયટ અને ન્યૂટ્રીશન ક્લીનિકના ડાયેટીશિયન ડૉ. સુગીતા મુટરેજા પાસેથી જાણીએ એવા 5 ક્યા કુકિંગ ઑઈલ વિશે જે હાર્ટના હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ છે.

અળસીનું તેલ

અળસીનું તેલ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થવા સાથે જ હાર્ટને પણ હેલ્ધી બનાવવાનું કામ કરે છે. જો તમે હાર્ટ પેશન્ટ હોવ તો તમારે ડાયટમાં અળસીનું તેલ સામેલ કરવું જ જોઈએ.

ઓલિવ ઑઈલ

ઓલિવ ઑઈલ અર્થાત જૈતુનનું તેલ વિટામિન E અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે. જે ધમનીઓની સફાઈમાં મદદ કરે છે. જે કોરોનરી હ્રદય રોગના ખતરાને પણ ઓછું કરી શકે છે.

રાઈસ બ્રાન ઑઈલ

રાઈસ બ્રાન ઑઈલમાં વિટામિન E અને K હોય છે. જે ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટને હેલ્ધી બનાવે છે. આ ઑઈલ કુકિંગ માટે બેસ્ટ ઑપ્શન છે.

સન ફ્લાવર ઑઈલ

સૂરજમુખી અર્થાત સનફ્લાવર ઑઈલ હેલ્ધી ફેટથી ભરપુર હોય છે. જે હાર્ટની ધમનીઓને સાફ રાખે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

તલનું તેલ

તલના તેલમાં રહેલ પોષક તત્વો હાર્ટને હેલ્ધી બનાવે છે. તલના તેલને ઑલિવ ઓઈલ કરતાં પણ વધારે ફાયદેમંદ માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે.

કોલેસ્ટ્રોલ કેમ ખતરનાક?

કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ છે, જે વધારે થવા પર હ્રદયની ધમનીઓમાં ફેટ જમા કરે છે. જેના પરિણામે બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે અને હાર્ટ એટેક તેમજ સ્ટ્રોકનો ખતરો અનેકગણો વધી જાય છે.

આ યોગાસનો થાઈરોઈડની સમસ્યા દૂર કરશે