Birthday Special: વિદ્યા બાલનની સુપર હિટ ફિલ્મો


By Vanraj Dabhi01, Jan 2024 10:39 AMgujaratijagran.com

વિદ્યા બાલનની ફિલ્મો

બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી વિદ્યા બાલન એક મહાન કલાકાર છે. તેને ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવીત કર્યા છે. આજે તેનો 44મો જન્મદિવસ છે. આ પ્રસંગે તમે તેમની કેટલીક અદ્ભુત ફિલ્મો જોઈને આનંદ માણી શકો છો.

ભૂલ ભુલૈયા

અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ ભૂલ ભુલૈયા એક કોમેડી ફિલ્મ છે. તમે વીકએન્ડમાં પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકો છો.

ઇશ્કિયા

ઇશ્કિયા વિદ્યા બાલનની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી હતા. આ ફિલ્મ વર્ષ 2010માં આવી હતી.

કહાની

વિદ્યા બાલને કહાની ફિલ્મમાં ખૂબ જ શાનદાર એક્ટિંગ કર્યો છે. આ એક થ્રિલર ફિલ્મ છે, જે તમને અંત સુધી વ્યસ્ત રાખે છે.

મિશન મંગલ

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગલ પણ ઘણી સારી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભારતના મંગળયાન ઉતરાણ પર આધારિત સ્ટોરી બતાવવામાં આવી છે.

ધ ડર્ટી પિક્ચર

2011માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા બાલન સાથે ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર હતા.

પરિણીતા ફિલ્મ

વિદ્યા બાલને પરિણીતા ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. લોકોને આજે પણ આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ છે.

જલસા

OTT પર વિદ્યા બાલનની ફિલ્મ જલશાને લોકોએ ખૂબ પસંદ કરી છે. તમે વિકએન્ડ પર પરિવાર સાથે આ હિલ્મનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

આ વિકએન્ડમાં તમે મિત્રો અને પરિવાર સાથે વિદ્યા બાલનની આ હિટ ફિલ્મો જોઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Shruti Haasanના આકર્ષક સાડી લુક્સ