હિમાચલ પ્રદેશનું મનાલી એક એવી જગ્યા છે, જ્યાં દર મહિને હજારો કપલ્સ ફરવા માટે આવે છે. જૂન મહિનામાં અનેક કપલ્સ અહીં હનીમૂન મનાવવા માટે આવી પહોંચે છે.
જ્યારે જૂન મહિનામાં ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડે છે, ત્યારે લેહમાં ઠંડુ વાતાવરણ રહે છે. જો તમે લેહમાં બાઈક રાઈડની મજા માણવા માંગતા હોવ, તો પાર્ટનર સાથે ફરવા પહોંચી શકો છો.
ઉત્તરાખંડમાં આવેલ ઔલી એક સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશન છે. અહી તમે પાર્ટનર સાથે યાદગાર પળ વીતાવી શકો છો.
ધરતીનું સ્વર્ગ એટલે કે જમ્મુ-કાશ્મીરમાં આવેલ હિલ સ્ટેશન ગુલમર્ગમાં પાર્ટનર સાથે ફરવાની એક અલગ જ મજા આવશે. તો પહોંચી જાવ ગુલમર્ગ.
આજથી નહીં પરંતુ અનેક વર્ષોથી શિમલા એક રોમેન્ટિક ડેસ્ટિનેશન મનાય છે. અહીં દર મહિને હજારો કપલ્સ ફરવા અને મોજ-મસ્તી માટે પહોંચે છે.
જો તમે જૂન મહિનામાં નોર્થ-ઈસ્ટની કોઈ સુંદર જગ્યાને પાર્ટનર સાથે એક્સપ્લોર કરવા ઈચ્છો છો, તો પછી તમારે સિક્કિમની મુલાકાત લેવી જ જોઈએ.
જૂન મહિનામાં દક્ષિણ ભારતની કોઈ રોમેન્ટિક જગ્યાને એક્સપ્લોર કરવી હોય, તો તમારે કુર્ગ પહોંચી જવું જોઈએ. અહીંના દરિયા કિનારે તમે યાદગાર પળ વીતાવી શકો છો.