ટાઈફોઈડ એક એવી બીમારી છે, જેનાથી તમારું શરીર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તો ચાલો જાણીએ તેનાથી છૂટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપાય
ટાઈફોઈડ એક એવી બીમારી છે, જે સાલ્મોનેલા એન્ટેરિકા સેરોટાઈપ ટાઈફી બેક્ટેરિયાથી થાય છે. ટાઈફોઈડ તમને ખોરાક અને પાણી થકી પણ થઈ શકે છે.
ટાઈફોઈડ જેવી બીમારીના કારણે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. એવામાં તાવ આવવા પર તમારે તરલ પદાર્થ જેમ કે હર્બલ ચા, પાણી અને ફ્રેશ ફ્રૂટનો રસ લેવો જોઈએ.
ટાઈફોઈડનો તાવ આવવા પર સ્વચ્છ કપડાને પાણીમાં પલાળીને નીચોવી લો. જે બાદ માથા, ગળા અને ચહેરાના ભાગો પર તેના પોતા મૂકો.
આ તાવમાં તમારે હુંફાળા પાણીથી ન્હાવું જોઈએ. આવું કરવાથી તમારા શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.
હળદરની તાસીર ગરમ હોય છે. એવામાં તાવ આવવા પર હળદરના ઉપયોગથી તમારા શરીરને ગરમાવો મળશે અને દુખાવો પણ ઓછો થશે.
એપલ વિનેગરમાં મળી આવતા પોષક તત્વો ઝડપથી તમારા શરીરથી તાવને ઓછો કરવાનું કામ કરે છે. આ ઉપાય ઉપરાંત તમે ડૉક્ટર પાસેથી જરૂર સલાહ લો.