ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં વાતાવરણ ઘણું આહલાદાયક રહે છે, આ સમયમા તમે એક ટ્રીપ જરૂરથી પ્લાન કરી શકો છો. સુંદર કુદરતી નઝારો જોવા અને ઠંડકનો અહેસાસ કરવા તમે આ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો
હિમાચલ પ્રદેશમાં આવેલું કરસોન હિલ સ્ટેશનની મુલાકાત તમારી માટે આહલાદાયક રહેશે. અહીં તમે સુંદર કુદરતી નજારો જોઈ શકો છો અને તમારા મિત્રો અને પરિવાર સાથે હળવાશની પળો માણી શકો છો
લોનાવલા મહારાષ્ટ્રનું ઘણું પોપ્યુલર હિલસ્ટેશન છે, આ ઓગસ્ટમાં અહીનું વાતાવરણ ઘણું ખૂશનુમાં રહે છે. અહીં પહાડોના સુુંદર દ્રશ્યો તમે જોઈ શકો છો.
શિમલા ઓગસ્ટમા ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે, આ સમયે અહીંનું વાતાવરણ ફરવા માટે યોગ્ય છે. અહીંની સુંદરતાનો અનુભવ કરવા દર વર્ષ લાખો ટુરીસ્ટ શિમલા આવે છે
ઉત્તરાખંડ ભારતનું સુંદર ટુરીસ્ટ ડેસ્ટીનેશન તો છે તેમાં બિનસર હિલ સ્ટેશન પણ ખૂબજ આહ્લાદાયક સ્થળ છે. અહીં તમે ઊંચા ઊંચા પર્વતો અને ગાઢ જંગલની મુલાકાત લઈ શકો છો
હિલ સ્ટેશનમા માઉન્ટ આબુ ઘણું પ્રખ્યાત ટુરીસ્ટ સ્થળ છે. દર વર્ષે લાખો ટુરીસ્ટ આની મુલાકાત લેવા આવે છે. આ હિલ સ્ટેશન ફરવા માટે ઓગસ્ટ મહીનો પરફેક્ટ રહે છે
આ ઓગસ્ટમાં તમે કેરલમાં આવેલી ખૂબસૂરત જગ્યા કોલ્લમની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમે વોટર એક્ટીવીટીઝનો પણ આનંદ માણી શકો છો
ઓગસ્ટ મહિનામાં નૈનીતાલ ફરવા જઈ શકાય છે, આ સમયે અહીંનું વાતાવરણ ઘણું જ સોહામણું હોય છે તમે તમારા મિત્રો અથવા પાર્ટનર સાથે નૈનીતાલની મુલાકાત લઈ શકો છો.